Site icon Revoi.in

પંજાબઃ લાંચ કેસમાં ઝડપાયેલા DIG પાસેથી 1.5 સોનુ, મોંઘી કાર અને રોકડ રકમ જપ્ત કરાઈ

Social Share

નવી દિલ્હીઃ પંજાબના પોલીસ વિભાગના સિનિયર અધિકારીના ભ્રષ્ટાચારને લઈને તપાસનીશ એજન્સીઓએ તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. રોપડં રેન્જના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી) હર્ચરણસિંહ ભુલ્લારને કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ રૂ. 5 લાખની લાંચ લેતા ઝડપી લીધા હતા. તેમની તપાસમાં ચોંકાવનારી વિગત બહાર આવી છે. સીબીઆઈના દરોડામાં ભુલ્લરના ઘર અને કાર્યાલવમાંથી કરોડોની રોકડ, 1.5 કિલો સોનુ, મોંઘી કાર, મોંઘી ઘડિયાળ, વિદેશી દારૂ અને હથિયાર મળ્યા હોવાનું જાણવા મળે છે. તપાસમાં ખુલાસો થયો છે કે, ભુલ્લરએ પંજાબના કેટલાક શહેરો અને હિમાચલના સોલનમાં મોડી માત્રામાં સંપતિઓમાં રોકાણ કર્યું છે. બ્લેકમનીથી આ મિલ્કત વસાવી હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, મંડી ગોવિંદગઢના વેપારી આકાશ બત્તાએ 11 ઓક્ટોબરે સીબીઆઈમાં ફરિયાદ કરી હતી કે, ભુલ્લરે તેમની સામે નોંધાયેલી એક ફરિયાદ મામલે રૂ. 8 લાખની લાંચ માંગી છે. તેમજ દર મહિને રૂ. 5 લાખ સેવા-પાણી માટે આપવા સુચના પી હતી. જ્યારે વેપારીએ પૈસા આપવાનો ઈન્કાર કર્યો હતો, ભુલ્લરે તેમને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. વેપારીની ફરિયાદના આધારે સીબીઆઈએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં પોલીસ અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયાં હતા. જે બાદ સીબીઆઈએ પંજાબ અને ચંદીગઢમાં અનેક સ્થળો ઉપર દરોડા પાડીને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. સીબીઆઈની તપાસમાં 1.5 કિલો સોનુ-હિરા, 22 મોંધી ઘડિયાળ, મર્સિડીજ અને ઓડી જેવી મોંઘી કારની ચાવીઓ, 40 લીટર વિદેશી દારૂ, ડબલ બેરલ ગન, પિસ્તોલ, રિવોલ્વર, એરગન અને દારૂગોળો, કેટલીક મિલ્કતોના દસ્તાવેજ, વચેટિયા કૃષ્ણુ પાસેથી 21 લાખની રોકડ, લગભગ 5 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી હતી. આ રકમની ગણતરી માટે 3 મશીનની જરુર પડી હતી.

Exit mobile version