1. Home
  2. ગુજરાતી
  3. પંજાબઃ – રાજકરણમાં ઉથલપાથલની શંકા -લુઘિયાણાના  કોંગ્રસના સાંસદે પીએમ મોદી સાથે કરી મુલાકાત
પંજાબઃ – રાજકરણમાં ઉથલપાથલની શંકા -લુઘિયાણાના  કોંગ્રસના સાંસદે પીએમ મોદી સાથે કરી મુલાકાત

પંજાબઃ – રાજકરણમાં ઉથલપાથલની શંકા -લુઘિયાણાના  કોંગ્રસના સાંસદે પીએમ મોદી સાથે કરી મુલાકાત

0
Social Share
  • લુઘિયાણાના કોંગ્રેસ સાસંદ રવનીત સિંહ બિટ્ટુએ પીએમ મોદીને મળ્યા
  • ફરી કોંગ્રેસના રાજકરણમાં કંઈ રંધાયું હોવાની સંભાનવા

ચંદિગઢ – પતાજેતરમાં વિધાનસભાની ચૂંટણી પંજાબમાં યોજાઈ હતી જેમાં આપ પાર્ટીનો ભવ્યો વિજય થયો હતો જેમાં કોંગ્રેસે ભારે હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારે હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા બીજેપીમાં સામેલ થાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે  પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રવનીત સિંહ બિટ્ટુ સોમવારે નવી દિલ્હીમાં ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. પીએમ સાથે બિટ્ટુની મુલાકાત બાદ અનેક અટકળોએ જોર પકડ્યું છે

આ મુલાકાતને લોકો લુધિયાણાના કોંગ્રેસી નેતાનો ‘પક્ષો બદલવા’ના ઈરાદા તરીકે જોવામાં આવી રહી છે, જો કે બિટ્ટુએ કહ્યું છે કે આ બેઠક પંજાબના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે થઈ હતી. બિટ્ટુ ભાજપમાં જોડાઈ રહ્યો હોવાની વાતને તેમના નજીકના સૂત્રોએ નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે પીએમ ઈચ્છે છે કે તેઓ પંજાબમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી સામે લડે.

આ મુલાકાત અંગે બિટ્ટુએ ટ્વિટ કરીને માહિતી આપી છે.

પોતાના દાદા અને પૂર્વ સીએમ બિઅંત સિંહની 1995માં હત્યા બાદ પાર્ટીમાં હિન્દુ ચહેરા તરીકે ઓળખાતા બિટ્ટુએ પીએમ સાથેની તેમની મુલાકાતનો ફોટો ટ્વીટ કર્યો છે.તેમણે લખ્યું છે કે  માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને મળ્યા અને  પંજાબના મુદ્દાઓ પર ચર્ચા કરી.

પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના હાથે કારમી હાર બાદ રાજ્ય કોંગ્રેસ હાલમાં ‘સાયલન્ટ મોડ’માં જોવા મળી રહી છે. આ મીટિંગ માટે પાર્ટી તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી,ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી પરિણામોની જાહેરાત થયા બાદ પંજાબમાં કોંગ્રેસ પક્ષ સતત મૂંઝવણમાં છે. પંજાબમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી એ કોંગ્રેસ, અકાલી દળ અને ભાજપને હરાવ્યા હતા. કોંગ્રેસનું પ્રદર્શન એટલું નિરાશાજનક હતું.ત્યારે હવે કોંગ્રેસના નેતા બિટ્ટુની પીએમ મોદી સાથેની મુલાકત કોંગ્રેસ માટે કોઈ નવો વળાંક લાવે તેવી ઘારણાઓ સેવાઈ રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code