
ભાજપમાં વંશવાદને કોઈ સ્થાન નથીઃ PM મોદીની ભાજપના નેતાઓ અને સાંસદોને ટકોર
નવી દિલ્હીઃ ભાજપની સંસદીય દળની બેઠકમાં સંબોધિત કરતા પીએમ મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, પરિવારવાદી પાર્ટીઓ દેશને અંદરથી નબળો બનાવી રહી છે. બધા ભાજપના વિચારોને એટલે પસંદ કરે છે કે, આપણે વંશવાદની રાજનીતિની સામે લડી રહ્યાં છીએ. ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પ્રયાગરાજના ભાજપના સાંસદ રીતા બહુગુણા જોશીએ પોતાના દીકરા માટે લખનૌની ટીકીટ માંગી હતી, પરંતુ તેમને ટીકીટ આપવામાં આવી ન હતી.
સાંસદો અને ભાજપના નેતાઓને સંદેશ આપતા પીએમ મોદીએ કહ્યું કે, પાર્ટીમાં પારિવારીક રાજનીતિને ઈજાજત નથી, અન્ય પાર્ટીઓમાં વંશવાદની રાજનીતિની સામે લડવામાં આવશે. આ પહેલા પોતાની પાર્ટીમાં વંશવાદની સામે લડવુ જરૂરી છે. પીએમ મોદીએ કહ્યું કે, જો કોઈ નેતા, સાંસદ તથા તેમના પરિવારમાંથી કોઈની ઉમેદવારી રદ થઈ તો એ તેમની જવાબદારી છે.
આંબેડકર ભવનમાં ભાજપ સંસદીય દળની બેઠક મળી હતી. જેમાં પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો બાદ ઉત્તરાખંડ અને મણિપુર સીએમના નામ અંગે ચર્ચા કરાશે, બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે, જે બેઠકો ઉપર ભાજપને હાર મળી છે તેનું કારણ જાણવાની જવાબદારી સાંસદોને આપવામાં આવી છે. સાંસદ હારના કારણો જાણીને રિપોર્ટ બનાવશે અને પછી તેની ઉપર કામ કરવામાં આવશે.
સંસદીય દળની બેઠકમાં ભારત રત્ન લતા મંગેશકર, કર્ણાટકના બજરંગ દળના કાર્યકર હર્ષા, યુક્રેનમાં મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થીને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. અંતિમ વાર આવી બેઠખ 21મી ડિસેમ્બર 2021એ મળી હતી. ત્યારે પણ પીએમ મોદી બેઠકમાં સામેલ થયાં હતા.