
શરીરને નિરોગી રાખે રાગી, જાણો રાગીના રોટલા ખાવાથી થતા અનેક ફાયદાઓ વિશે
સામાન્ય રીતે દરેક પ્રકારના કઠોળ અને અનાજ દરેક રીતે શરીરને ફાયદો પહોંચાડે છે જો કે દરેક કઠોળ કે ધાન્યના ગુણો અલગ એલગ હોય છે આજે વાત કરીશું રાગી વિશે જે દેખાવે બાજરી આકારની અને રંગે લાલ કલરનું એક જીણું ઘાન્ય છે ખાસ કરીને ડાંગ જીલ્લામાં આદિવાસી સમાજના લોકોનો આ ખોરાક ગણાય છે જે આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.આ ખૂબ જ પૌષ્ટિક અને ફાયદાકારક અનાજ છે.
રાગી એ પોષક તત્વોથી ભરપૂર અનાજ છે. તેમાં કેલ્શિયમ સૌથી વધુ માત્રામાં જોવા મળે છે. હાડકાં અને દાંતને મજબૂત રાખવા માટે શરીરમાં કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે.
રાગીના બીજમાં ચોખા, મકાઈ અને ઘઉં કરતાં વધુ ડાયેટરી ફાઈબર અને પોલિફીનોલ હોય છે, જે બ્લડ સુગરને નિયંત્રિત કરવાનું કામ કરે છે. આપણે અનાદિ કાળથી રાગીનું સેવન કરીએ છીએ. એવું માનવામાં આવે છે કે તેમાં ઘણા ઔષધીય ગુણો જોવા મળે છે, તેથી જ આપણે આપણા ખાવા-પીવામાં ઘણી રીતે તેનો ઉપયોગ કરી શકીએ છીએ.
નિષ્ણાંતોના જમઆવ્યા પ્રમાણે સુવાવડ બાદ જો કોઈ સ્ત્રી તેના આહારમાં તેનું સેવન કરે છે, તો તેનું ઘાવણ વધે છે. કેલ્શિયમની ઉણપને દૂર કરવામાં રાગી ખૂબ જ ઉપયોગી છે. તે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં ખૂબ જ ઉપયોગી છે.
રાગીનો ખોરાકમાં ઉપયોગ કરવાથી શરીરમાં લોહીની માત્રા વધારી શકાય છે. તેનો ઉપયોગ ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેનું નિયમિત સેવન કરવાથી વજન પણ ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. રાગી બાળકોના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી છે.