
ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી ગુસ્સામાં જોવા મળ્યા, કાર્યકરે સેલ્ફી સેવાનો પ્રયાસ કરતા નારાજ
નવી દિલ્હીઃ કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે. આ યાત્રા રાજસ્થાનમાંથી પસાર થઈ હતી. દરમિયાન આ યાત્રા રાજસ્થાનની સરહદ ક્રોસ કરીને હરિયાણામાં પ્રવેશી હતી. આ દરમિયાન ફ્લેગ એક્સચેન્જ કાર્યક્રમમાં રાહુલ ગાંધી ગુસ્સે ભરાયાં હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
રાજસ્થાનના અલવર નજીક હરિયાણા બોર્ડર ઉપર ફ્લેગ એક્સચેન્જ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એક કાર્યકર રાહુલ ગાંધી પાસે જઈને મોબાઈલમાંથી સેલ્ફી લેવાનો પ્રયાસ કરતા રાહુલ ગાંધી નારાજ થયાં હતા અને તેને સેલ્ફી લેતા અટકાવ્યો હતો. રાહુલ ગાંધીને ગુસ્સામાં જોઈને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પણ ચોંકી ઉઠ્યાં હતા.
દરમિયાન રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સુચન કર્યું હતું કે, રાજસ્થાનના મંત્રીઓ મહિનામાં એક વાર 15 કિમીની પગપાળા યાત્રા કરે છે. આ મોડલ કોંગ્રેસ શાસિત રાજ્યમાં લાગુ કરવું જોઈએ.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મને ખુશી થઈ છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યત્રે નિર્ણય લોધી છે કે તમામ મંત્રીઓ, નેતાઓ મહિનામાં એકવાર 15 કિમીની પગપાળા કરે, તેમજ પ્રજાની વચ્ચે જઈને તેમની સમસ્યાઓ જાણીને કામ કરે, મલ્લિકાર્જુન ખડગેને વિનંતી કરી હતી કે, જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યો અને અન્ય નેતાઓ મહિનમાં ઓછામાં ઓછુ એક દિવસ રસ્તા ઉપર ચાલે છે. ધક્કા ખાવા જોઈએ, પડવુ જોઈએ અને પગની ઘુંટણ છોલાવવી જોઈએ. રાહુલ ગાંધીની આ યાત્રામાં અત્યાર સુધી અનેક ફિલ્મી કલાકારો અને સામાજીક આગેવાનો જોડાયા છે.