
નેશનલ હેરાલ્ડ કેસમાં સતત ત્રીજા દિવસે પણ રાહુલ ગાંધીની પૂછપરછ, કોંગ્રેસના દેખાવો યથાવત
નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીના સમન્સ બાદ હાજર થયેલા કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીની સામવાર અને મંગળવાર પૂછપરછ કરવામાં આવી હતી. આજે સતત ત્રીજા દિવસે પણ તેમને ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યાં હતા. જેથી રાહુલ ગાંધી ઈડી સમક્ષ ઉપસ્થિત થયા હતા. બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ આજે પણ વિરોધ-દેખાવો કરીને નારાજગી વ્યક્ત કરી હતી. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના નેતા-કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યાં હતા. પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. જો કે, આરોગ્યના કારણોસર સોનિયા ગાંધી ઈડી સમક્ષ ઉપસ્થિત રહી શક્યા નથી. બીજી તરફ સોમવારે અને મંગળવારે રાહુલ ગાંધી ઈડી સમક્ષ ઉપસ્થિત રહ્યાં હતા. ઈડીએ સતત બે દિવસ સુધી લંબાણપૂર્વકની પૂછપરછ કરી હતી. આજે પણ બુધવારે પણ તેમને બોલાવ્યાં હતા. જેથી આજે સવારે પણ રાહુલ ગાંધી ઈડી સમક્ષ ઉપસ્થિત થયા હતા. જ્યારે કોંગ્રેસના નેતા-કાર્યકરોએ આજે પણ ઈડીની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરીને દેખાવો કર્યા હતા. પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસ કોંગ્રેસના કાર્યલયમાં ઘુસીને કાર્યકરો સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.
રાહુલ ગાંધી ઈડી સમક્ષ પૂછપરછ માટે હાજર થયાં તે પહેલા પ્રિયંકા ગાંધી તેમને મળવા માટે ઘરે પહોંચ્યાં હતા. બીજી તરફ મોટી સંખ્યામાં કાર્યકરો તેમના ઘરની બહાર એકત્ર થયાં હતા. સતત બે દિવસ સુધી ઈડીએ લંબાણપૂર્વકની પૂછપરછ કરી હતી.