1. Home
  2. ગુજરાતી
  3. આગામી 5 વર્ષમાં 3 હજાર નવી ટ્રેનો શરૂ કરવાનું રેલવેનું લક્ષ્ય
આગામી 5 વર્ષમાં 3 હજાર નવી ટ્રેનો શરૂ કરવાનું રેલવેનું લક્ષ્ય

આગામી 5 વર્ષમાં 3 હજાર નવી ટ્રેનો શરૂ કરવાનું રેલવેનું લક્ષ્ય

0
Social Share
દિલ્હી: ભારતીય રેલવે ઘણી પ્રગતિ કરી રહ્યું છે ટ્રેન માં મળતી સુવિધાઓ હોય કે પછી ટ્રેનની સંખ્યા હોય દિવસેને દિવસે રેલવે ઘણી પ્રગતિ કરી યાત્રીઓને સરદ સુવિધા પ્રદાન કરે છે ત્યારે હવે રેલ્વેનું આગામી લક્ષ્ય ટ્રેનની સંખ્યા વધારવાનું છે . 
આ બાબતને લઈને  રેલવે મંત્રી  અશ્વિની વૈષ્ણવે વિતેલા દિવસના રોજ  જણાવ્યું હતું કે તેઓ રેલવેની વર્તમાન પેસેન્જર ક્ષમતાને 800 કરોડથી વધારીને એક હજાર કરોડ કરવા માટે આગામી ચાર-પાંચ વર્ષમાં ત્રણ હજાર નવી ટ્રેનો શરૂ કરવાની યોજના પર કામ કરી રહ્યા છે.
ભારતીય રેલ્વે આગામી ચાર-પાંચ વર્ષમાં 3,000 નવી ટ્રેનો દાખલ કરવાની યોજના બનાવી રહી છે કારણ કે વસ્તી વધી રહી છે. આને સમાવવા માટે વધુ ટ્રેનોની જરૂર છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે 2027 સુધીમાં નવી ટ્રેનો શરૂ થવાથી વેઇટિંગ ટિકિટની ઝંઝટનો અંત આવશે અને દરેકને કન્ફર્મ ટિકિટ મળશે.
આ સહિત મંત્રી એ   એમ પણ કહ્યું કે મુસાફરીનો સમય ઘટાડવો એ તેમના મંત્રાલયનું બીજું મહત્ત્વનું લક્ષ્ય છે. મંત્રીએ  અહીં રેલ ભવનમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “હાલમાં દર વર્ષે લગભગ 800 કરોડ મુસાફરો રેલ્વે દ્વારા મુસાફરી કરે છે. આપણે ચારથી પાંચ વર્ષમાં આ ક્ષમતા વધારીને રૂ. 1000 કરોડ કરવી પડશે કારણ કે વસ્તી વધી રહી છે.
રેલવેને આશા છે કે આગામી પાંચ વર્ષમાં માંગ પ્રમાણે ટ્રેક પર ટ્રેનોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. તેમણે કહ્યું કે રેલ્વેની વર્તમાન પેસેન્જર ક્ષમતા વાર્ષિક 800 કરોડ છે, તેને પાંચ વર્ષમાં વધારીને 1,000 કરોડ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર 69,000 નવા કોચ તૈયાર થઈ ગયા છે. દર વર્ષે લગભગ 5,000 નવા કોચ બનાવવામાં આવી રહ્યા છે. આ પછી, 400 થી 450 વંદે ભારત ટ્રેનો સિવાય, રેલ્વે દર વર્ષે 200 થી 250 જોડી નવી ટ્રેનો દોડાવી શકે છે.
વૈષ્ણવે જણાવ્યું હતું કે, મુસાફરીનો સમય ઘટાડવો એ બીજો ધ્યેય છે જેના માટે રેલ નેટવર્કને વિસ્તૃત કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે તહેવારોની સિઝનમાં સ્પેશિયલ ટ્રેનોમાં ત્રણ ગણો વધારો નોન-એસી કોચ સાથે બર્થની અછતના અહેવાલોને ફગાવી દેતા વૈષ્ણવે જણાવ્યું હતું કે ગયા વર્ષની સરખામણીમાં આ તહેવારોની સિઝનમાં વિશેષ ટ્રેનોની સંખ્યામાં લગભગ ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય  છે કે  આ તહેવારોની મોસમમાં મુસાફરોના ધસારાને સમાવવા માટે, 1 ઓક્ટોબરથી 31 ડિસેમ્બરની વચ્ચે 6,754 વધારાની ટ્રેનો ચલાવવામાં આવી રહી છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 2,614 હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code