ગાંધીનગરઃ કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ છે, ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છના લખપતમાં 6.26 ઇંચ વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા મુજબ, બનાસકાંઠા, ભાભરમાં 5.28, કચ્છના રાપરમાં 4.76 ઇંચ, ભચાઉ અને નખત્રાણામાં 4-4 ઇંચ, ગાંધીધામમાં 3.74 ઇંચ, ભુજમાં 3.39 ઇંચ, અંજારમાં 3 ઇંચ, અબડાસામાં 2.40 ઇંચ, પાટણના સાંતલપુરમાં 2.95 ઇંચ, રાધનપુરમાં 2.48 ઇંચ, મોરબીના માળીયામાં 2.17 ઇંચ, બનાસકાંઠાના થરાદમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે.
જ્યારે બનાસકાંઠાના દીયોદર, વાવ, લાખણી, ધાનેરા, કચ્છના માંડવી, મુન્દ્રા સહિતના તાલુકામાં 1-1 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમજ અન્ય 48 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે.

