Site icon Revoi.in

લીબડી તાલુકા સેવા સદનના કેમ્પસમાં ઢીંચણસમા ભરાઈ રહેતા વરસાદી પાણી

Social Share

 સુરેન્દ્રનગરઃ જિલ્લાના લીંબડી શહેરમાં આવેલા તાલુકા સેવા સદન કચેરીમાં ઢીંચણ સુધીના વરસાદી પાણી ભરાઈ ગયા છે. સેવા સદન કચેરીમાં પ્રાંત, મામલતદાર, સબ રજિસ્ટ્રાર, નર્મદા, મહેસૂલ, મધ્યાહન ભોજન, સિટી સરવે, હોમ ગાર્ડ સહિતની સરકારી ઓફિસો આવેલી છે. સરકારી કામના દિવસોમાં રોજ હજારો અરજદારો, અધિકારીઓ અને કર્મચારીઓ ઢીંચણ સમાણાં પાણી ખૂંદી કચેરીએ પહોંચતા હોય છે. ત્યારે પાણીમાંથી પસાર થતાં અનેક વાહનો બંધ પડી જાય છે. કચેરી બહાર રોડ ઉપર પણ વરસાદી પાણી ભરાઈ રહે છે. આ અંગે મામલતદારે માર્ગ અને મકાન વિભાગને લેખિત જાણ કરી હોવા છતાંયે વરસાદી પાણઈનો નિકાલ કરવામાં આવતો નથી.

લીંબડી શહેરમાં તાલુકા સેવા સદન કચેરીમાં કેમ્પસમાં દર વખતની જેમ આ વખતે પણ ઢંચણસમા પાણી ભરાઈ ગયા છે. અરજદારો અને કર્મચારીઓને કચેરી સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સેવા સદન કચેરીનું નિર્માણ થયું ત્યારથી આજદિન સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. ચોમાસા પહેલાં તા.6 મે-2025ના રોજ મામલતદારે માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર અને ચિફ ઓફિસરને લેખિત અરજી કરી સમસ્યાથી અવગત કર્યા હતા. મામલતદારે લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે દર વર્ષે ચોમાસાની ઋતુમાં સેવા સદન કચેરીના મેદાનમાં પાણી ભરાઈ જાય છે. કચેરીથી ડિઝાસ્ટર, ફ્લડ જેવી આકસ્મિક કામગીરી માટે આવવા, જવામાં મુશ્કેલી ઊભી થાય છે. હજારો અરજદારોને મુશ્કેલી વેઠવી પડે છે. ચોમાસા પહેલાં કચેરી કમ્પાઉન્ડમાં ભરાતું વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરી આપશો.

તાલુકા મામલતદારે રજૂઆત કર્યા બાદ પણ  આ અંગે કોઈ કાર્યવાહી કરાઈ નથી. હજારો લોકોને હાલાકી કરતો પ્રશ્ન હલ કરવામાં તંત્ર વામણું પુરવાર થયું છે. મામલતદારની રજૂઆતને ઘોળીને પી જતાં અધિકારીઓ સામાન્ય જનતાનું કામ કેટલું કરતાં હશે તે સમજવું મુશ્કેલ નથી.

Exit mobile version