
રાજ્યમાં વરસાદને લઈને રાજકોટ જિલ્લા તંત્ર એલર્ટ બન્યું, NDRF ની એક ટીમ પૂરા ચોમાસા માટે ઉપલેટામાં તૈનાત કરાઈ
અમદાવાદઃ- દેશભરમાં વરસાદની સિઝન શરુ થઈ ચૂકી છે ત્યારે ગુજરાતની જો વાત કરવામાં આવે તો અહી વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી 5 દિવસ સુધી દક્ષિણ ગુપજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ સેવાી રહી છે જેને લઈને તંત્ર પણ એલર્ટ બન્યું છે.
ખાસ કરીને આગામી 5 દિવસ સુધી હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 7 અને 8 જુલાઈએ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી છે.જ્યારે વરસાદની ચેતવણીને પગલે રાજકોટ વહિવટ તંત્રએ પાણી આવતા પહેલા પાર બાંધી હોવાનું ઉદાહરણ પુરુ પાડ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉપલેટા તાલુકામાં મોટા પ્રમાણમાં નીચાણવાળા વિસ્તારો આવેલા છે. જયા પાણી ભરાવા સહિતની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે તંત્રએ આગોતરા આયોજનના ભાગરૂપે એન.ડી.આર.એફ.ની ટીમ પૂરા ચોમાસા માટે તૈનાત કરી છે.
અગાઉ થોડા દિવસ ભારે વરસાદ ખાબક્યો હતો જેને પગલે ઉપલેટા તાલુકાના ત્રણેય ડેમ વેણુ, મોજ અને ભાદર-૨ ભરાઇ ગયા છે. ત્યારે ઉપલેટા તાલુકાના સંભવિત પૂરથી અસરગ્રસ્ત અને નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારોની NDRF ટીમ સાથે સ્થળ મુલાકાત કરવામાં આવી. તેમજ ગ્રામજનોને તકેદારી રાખવા જરૂરી સૂચના આપવામાં આવી હતી.એટલું જ નહી એનડીઆરએફની સમગ્ર 7 લોકોની ટીમ આખુ ચોમાસુ અહી હાજર રહેશે.ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ પડશે. પહેલા બે દિવસ સામાન્ય જ્યારે ત્યારબાદ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે.