1. Home
  2. ગુજરાતી
  3. ENTERTAINMENT
  4. અભિનેતા સુનીલ ગ્રોવરએ “ધ કપિલ શર્મા શો”માં કામ કરવા મુદ્દે શું કહ્યું વાંચો
અભિનેતા સુનીલ ગ્રોવરએ “ધ કપિલ શર્મા શો”માં કામ કરવા મુદ્દે શું કહ્યું વાંચો

અભિનેતા સુનીલ ગ્રોવરએ “ધ કપિલ શર્મા શો”માં કામ કરવા મુદ્દે શું કહ્યું વાંચો

0

મુંબઈઃ કોમેડિયન કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરને કોમેડીના બાદશાહ કહેવામાં આવે છે. બંને જ્યારે એક સાથે સ્ક્રીન ઉપર આવ્યાં છે ત્યારે કમાલ કરી દીધો છે. જો કે, બંનેની મિત્રતાને નજર લાગી ગઈ છે. એક વિવાદ પછી બંને મિત્રો અલગ થઈ ગયા છે. જો કે, બંનેના પ્રશંસકો એવું ઈચ્છે કે બંને સાથે મળીને ફરીથી કામ કરે. હવે કપીલનો શો ફરી એકવાર ઓનએર થવાનો છે. એટલે એવો અંદાજ લગાવવામા આવે છે કે, સુનીલ ગ્રોવરની જુલાઈમાં શોમાં વાપસી થઈ શકે છે. જો કે, સુનીલ ગ્રોવરે ફરીથી કપિલ સાથે કામ કરવાનો ઈન્કાર કર્યો હોવાનું જાણવા મળે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, ધ કપિલ શર્મા શોમાં પોતાની વાપસીને લઈને સુનીલ ગ્રોવરે કર્યું હતું કે, એક સાથે કામ કરવાની કોઈ યોજના નથી. ભવિષ્યમાં પણ બીજીવાર સાથે આવવાનું કોઈ આયોજન નથી. જો કે, પરિસ્થિતિઓ એવી નિર્માણ પામશે અને કોઈ એવો પ્રોજેકટ આવશે જ્યાં અમે સાથે કામ કરી શકીએ છીએ તો સાથે કામ કરવાની શકયતા છે. કપિલ શર્મા શોમાં વાપસીનો કોઈ પ્લાન નથી અને આ અંગે કંઈ વિચાર્યું પણ નથી.

વર્ષ 2017માં એક પ્રવાસથી પરત ફરતી વખતે સુનીલ ગ્રોવર અને કપિલ શર્મા વચ્ચે ફ્લીટમાં ઝઘડો થયો હતો. જે બાદ સુનીલ ગ્રોવર કપિલ શર્મા શોથી અલગ થઈ ગયો હતો. અભિનેતા અત્યારે ક્રાઈમ કોમેડી વેબસીરિઝ સનફ્લાવરની રિલીઝની રાહ જોઈ રહ્યો છે. આ સીરિઝ તા. 11મી જૂનના રોજ ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થશે. આ સિરીઝમાં અભિનેતા રણવીર શૌરી, મુકુલ ચઠ્ઠા, આશીષ વિદ્યાર્થી, ગીરિશ કુલકર્ણી અને સલોની ખન્ના પટેલ જેવા કલાકારો મહત્વની ભૂમિકા નીભાવી રહ્યાં છે. આ પહેલા સુનીલ ગ્રોવર આ વર્ષની શરૂઆતમાં તાંડવ નામની વેબસિરીઝમાં જોવા મળ્યો હતો.

LEAVE YOUR COMMENT