1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં નવેમ્બર મહિનામાં GSTનું રૂપિયા 5669 કરોડનું રેકર્ડબ્રેક કલેક્શન, 24 ટકાનો વધારો

ગુજરાતમાં નવેમ્બર મહિનામાં GSTનું રૂપિયા 5669 કરોડનું રેકર્ડબ્રેક કલેક્શન, 24 ટકાનો વધારો

0
Social Share

અમદાવાદઃ ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન ગણાય છે. છેલ્લા એક દસકામાં ઔદ્યોગિક વિકાસ ખૂબ વધ્યો છે. દેશના બે મોટા પોર્ટ ગુજરાતમાં છે. બન્ને પોર્ટ આયાત-નિકાસમાં પણ પ્રથમ ક્રમે છે. જેના કારણે ગુજરાતમાં જીએસટીની આવક પણ વધી રહી છે. ગત નવેમ્બર મહિનામાં જીએસટીનું કલેક્શન રેકોર્ડ બ્રેક જોવા મળ્યું છે. અને આવકમાં આવકમાં 24 ટકાનો વધારો નોંધાયો છે. અને જીએસટી કલેક્શનની આવક 5600 કરોડને વટાવી ગઈ છે.

ગુજરાતના જીએસટી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતોમાં ગત વર્ષના નવેમ્બર મહિના કરતા આ વર્ષે નવેમ્બર મહિનામાં જીએસટીના કલેક્શનમાં 24 ટકાનો વધારો જોવા મળ્યો છે. નવેમ્બર 2023માં ગુજરાતની જીએસટી હેઠળની આવક 24 ટકા વધીને રૂ।.5600 કરોડને પાર પહોંચી છે. જે ગત વર્ષના નવેમ્બર માસની આવક રૂ। 4,554 કરતાં 24 ટકા વધુ આંકવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં જીએસટી હેઠળની આવક સાતમી વખત 5000 કરોડને પાર પહોંચી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ 2023-24 ના પ્રથમ 8 માસમાં રાજ્યને એસજીએસટી અને આઈજીએસટી સેટલમેન્ટ થકી કુલ 41,989 કરોડની આવક થઈ છે. જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક કરતાં 6,264 કરોડ (18ટકા) વધુ છે. નવેમ્બર-2023 દરમિયાન રાજ્યને વેટ હેઠળ 2,901 કરોડની આવક થઈ હતી. આમ, રાજ્યને નવેમ્બર-2023 ના માસ દરમિયાન જીએસટી અને વેટ હેઠળ કુલ 8,570 કરોડની આવક થઈ છે. ચાલુ નાણાકીય વર્ષમાં નવેમ્બર માસ સુધીમાં રાજ્યને જીએસટી અને વેટ હેઠળ કુલ 72,966 કરોડની આવક થઈ હતી, જે રાજ્ય કર વિભાગને ફાળવવામાં આવેલા લક્ષ્યાંકના 70 ટકા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code