1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારતીય વિચાર મંચ દ્વારા ‘ભારતની આઝાદીના સંઘર્ષ’ પર વિચાર ગોષ્ઠિનું આયોજન
ભારતીય વિચાર મંચ દ્વારા ‘ભારતની આઝાદીના સંઘર્ષ’ પર વિચાર ગોષ્ઠિનું આયોજન

ભારતીય વિચાર મંચ દ્વારા ‘ભારતની આઝાદીના સંઘર્ષ’ પર વિચાર ગોષ્ઠિનું આયોજન

0
Social Share
  • ભારતીય વિચાર મંચ, ગુજરાત દ્વારા વિચાર ગોષ્ઠિનું આયોજન
  • આગામી રવિવારે ઑનલાઇન વિચાર ગોષ્ઠિ યોજાશે
  • દ્વારા ‘ભારતની આઝાદીના સમયના સંઘર્ષ અને સમકાલીન પડકારો’ વિષય પર ગોષ્ઠિ

અમદાવાદ: ભારતીય સ્વતંત્રતા ચળવળ એ ભારતમાં બ્રિટિશ શાસન અને ગુલામીનો અંત લાવવાના અંતિમ ઉદ્દેશ સાથે ચલાવવામાં આવેલી ઐતિહાસિક લડતની ઘટનાઓની એક શ્રેણી હતી. આ ચળવળનો સમયગાળો જોઇએ તો તે વર્ષ 1857 થી 1947 સુધી ચાલી હતી.

ભારતીય સ્વરાજ્યની ચળવળ એક જનસમૂહ આધારિત આંદોલન હતું જેમાં સમાજના વિવિધ વર્ગ સહભાગી હતા. આ ચળાવળમાં સતત વૈચારિક ઉત્ક્રાંતિની પ્રક્રિયા પણ થઈ. અલબત્ આ ચળાવળની મૂળ વિચારધારા વસાહતવાદ (સંસ્થાનવાદ) વિરોધી હતી, પરંતુ તેણે સ્વતંત્ર મૂડીવાદી આર્થિક વિકાસની સાથે ધર્મનિરપેક્ષ, લોકશાહી, પ્રજાસત્તાક અને નાગરિક-સ્વાતંત્ર્યવાદી રાજકીય માળખાને ટેકો આપ્યો હતો. વર્ષ 1930 પછી, આ ચળવળ એક મજબૂત સમાજવાદી અભિગમ તરફ વળી. આ વિવિધ ચળવળોને અંતે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ૧૯૪૭ બન્યો, જેનાથી ભારત પર (અંગ્રેજ) આધિપત્યનો અંત આવ્યો.

ભારતની આઝાદી વખતની અંગ્રેજો સામેની લડત અને સંઘર્ષની આવી જ ગાથા અને સમકાલીન પડકારો પર પ્રકાશ પાડવા માટે એક સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સ્થિત ભારતીય વિચાર મંચ દ્વારા ‘ભારતની આઝાદીના સમયના સંઘર્ષ અને સમકાલીન પડકારો’ વિષય પર વિચાર ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું છે.

ભારતીય વિચાર મંચ, ગુજરાત દ્વારા આ વિચાર ગોષ્ઠિનું ઑનલાઇન માધ્યમથી આયોજન કરવામાં આવ્યું છે. આ વિષયના મુખ્ય વક્તા વિકલી ઓર્ગેનાઇઝેરના તંત્રી પ્રફુલ કેતકર રહેશે.

આ વિચાર ગોષ્ઠિનું આયોજન આગામી રવિવારે એટલે કે 23 જાન્યુઆરી, 2022ના રોજ સવારે 10.30 કલાકે કરવામાં આવ્યું છે.

આ વિચાર ગોષ્ઠિમાં તમે પણ ઑનલાઇન લિંકથી જોડાઇ શકો છો.

ઝૂમ લાઇવથી નીચે આપેલી લિંકથી જોડાઇ શકો છો.

Zoom Live –

https://us02web.zoom.us/j/88938876429

Meeting ID: 889 3887 6429

સમગ્ર કાર્યક્રમને યૂટ્યુબના માધ્યમથી પણ લાઇવ નિહાળી શકશો

YouTube Live –

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code