1. Home
  2. ગુજરાતી
  3. ભૂમિ સુપોષણ અભિયાન: ગુજરાતમાં યોજાશે ભૂમિપૂજન કાર્યક્રમ, 6000 ગામોમાં ખેડૂતો ભૂમિ સુધારણાનો લેશે સંકલ્પ
ભૂમિ સુપોષણ અભિયાન: ગુજરાતમાં યોજાશે ભૂમિપૂજન કાર્યક્રમ, 6000 ગામોમાં ખેડૂતો ભૂમિ સુધારણાનો લેશે સંકલ્પ

ભૂમિ સુપોષણ અભિયાન: ગુજરાતમાં યોજાશે ભૂમિપૂજન કાર્યક્રમ, 6000 ગામોમાં ખેડૂતો ભૂમિ સુધારણાનો લેશે સંકલ્પ

0
  • રાસાયણીક ખાતર-જંતુનાશક દવાઓથી જમીનની ફળદ્રુપતા નષ્ટ થઇ ચૂકી છે
  • આ સંજોગોમાં ધરતી માતાને ફરીથી ફળદ્રુપ બનાવી નવપલ્લવીત કરવી આવશ્યક છે
  • આ જ ઉદ્દેશ સાથે સમગ્ર દેશમાં 13 એપ્રિલથી ‘ભૂમિ સુપોષણ અભિયાન’ શરૂ થશે

અમદાવાદ: છેલ્લા 1-2 દાયકાઓમાં રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાઓના અતિશય ઉપયોગથી જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા નષ્ટ થઇ ગઇ છે. તે ઉપરાંત માનવજાતને અનેક જીવલેણ રોગની ભેટ મળી છે. આ સંજોગોમાં ધરતી માતાને ફરીથી ફળદ્રુપ બનાવી નવપલ્લવીત કરવી એ સમયની માંગ છે, જેમાં સજીવ ખેતી, જળસંચય, ગૌ સંવર્ધન તથા પર્યાવરણ જાળવણીના ઉદ્દેશ સાથે એક વ્યાપક જનજાગૃતિ અભિયાન ‘ભૂમિ સુપોષણ અભિયાન’ સમગ્ર ભારતમાં ચલાવવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાતમાં પણ આ અભિયાન અંતર્ગત ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાશે, જેમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પણ ભાગ લેવાના છે.

આ હેતુસર સમગ્ર દેશમાં વર્ષ પ્રતિપદા(ભારતીય નવવર્ષ) અર્થાત્ 13 એપ્રિલના દિવસે ‘ભૂમિ સુપોષણ અભિયાન’ની શરૂઆત કરવામાં આવશે. આ અભિયાન ગુજરાતમાં 1 મહિના સુધી ચાલશે જેમાં આ વિષયને કામ કરવા વાળી સંસ્થાઓ, NGO અને વ્યક્તિગત કામ કરવા વાળા વ્યક્તિઓનો સન્માન તથા સેમિનાર તથા સંબોધનો થશે. કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો તથા વિવિધ વિષયો જેવા કે ગાય આધારિત ખેતી, સજીવ ખેતી, સુભાષ પાલેકર આધારિત ખેતી, તેવા અનેક વિષયો જે ખેતીના સુધારા માટે છે. તેવા બધા જ ભેગા થઇને ચિંતન-મનન થશે.

ગુજરાતમાં 6000 ગામોમાં ભૂમિપૂજનના કાર્યક્રમો થશે. જેમાં ખેડૂતો પોતાના ખેતરની માટી લઇને ભૂમિનું પૂજન, ગાયનું પૂજન કરીને સંકલ્પ કરશે કે હવેથી હું આ ભૂમિની સુધારણા માટે પ્રતિબદ્વ રહેવા માટે મારો પ્રયત્ન છે. આ કાર્યક્રમ રાજ્યપાલ પોતે પણ કરવાના છે. આ કાર્યક્રમને વિશ્વ સંવાદ કેન્દ્રના ફેસબૂક પેજ પરથી 13 એપ્રિલના રોજ સવારે 11 કલાકે લાઇવ જોઇ શકાશે.

કાર્યક્રમને લાઇવ નિહાળવા માટે અહીંયા ક્લિક કરો: વિશ્વ સંવાદ કેન્દ્ર પેજ

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code