Homeગુજરાતીસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા વેજલપુર અને થલતેજ વોર્ડની લેશે...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા વેજલપુર અને થલતેજ વોર્ડની લેશે મુલાકાત

  • ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ
  • આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાનો પ્રવાસ રહેશે
  • આજે તેઓ વેજલપુર, મક્તમપુરા તેમજ થલતેજ વોર્ડની મુલાકાત લેશે

ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ ચૂક્યો છે. અમદાવાદ સહિત 6 શહેરી વિસ્તારોમાં રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ થઇ ચૂક્યો છે અને આજે ભાજપ દ્વારા 20 સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંતર્ગત માનનીય ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાનો કર્ણાવતી મહાનગર – ગાંધીનગર લોકસભામાં આજનો પ્રવાસ કાર્યક્રમ આ રીતે રહેશે.

૧).

મક્તમપુરા વૉર્ડ મધ્યસ્થ કાર્યાલય

સ્થળ: વિનસ પાર્ક હાઉસ, વેજલપુર વૉર્ડ ઓફિસ સામે, વેજલપુર

સમય: સાંજે ૭:૦૦ વાગે

૨).

વેજલપુર વૉર્ડ *મધ્યસ્થ કાર્યાલય

સ્થળ: બેંક ઓફ બરોડા પાસે, જીવરાજ પાર્ક મેઈન રોડ, વેજલપુર

સમય: રાત્રે ૮:૦૦ વાગે

૩).

થલતેજ વૉર્ડ *મધ્યસ્થ કાર્યાલય

સ્થળ: સુદર્શન ટાવર, સન એન્ડ સ્ટેપ ક્લબ સામે, થલતેજ

સમય: રાત્રે ૯:૦૦ વાગે

(સંકેત)

સંબંધિત લેખો

Most Popular