
- આપણે વર્ષ 2021નું સ્વાગત ઉલ્કાવર્ષાથી કરીશું
- 3 અને 4 જાન્યુઆરી, 2021ના રોજ આકાશમાં ઉલ્કાવર્ષા જોવા મળશે
- ગુજરાતમાં તારીખ 4 જાન્યુઆરીએ આકાશમાં ઉલ્કા વર્ષા દેખાશે
- ઉલ્કા વર્ષા રાત્રિના 2.21થી 120 મીટરની ઝડપથી ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે
ગાંધીનગર: વર્ષ 2020 પૂર્ણ થવા જઇ રહ્યું છે ત્યારે નવા વર્ષ 2021ની શરૂઆત ઉલ્કાવર્ષા સાથે થશે. 3 અને 4 જાન્યુઆરી 2021માં વર્ષનું સ્વાગત આપણે ઉલ્કાવર્ષા જોઇને કરીશું. ગુજરાતમાં તારીખ 4 જાન્યુઆરીએ આકાશમાં ઉલ્કા વર્ષા રાત્રિના 2.21થી 120 મીટરની ઝડપથી ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે.
ગુજરાતમાં ખાસ કરીને 3-4 જાન્યુઆરીના આકાશમાં રીતસરનો ઉલ્કાવર્ષાનો વરસાદનો નજારો જોવા મળશે. જેમાં કલાકના 15 થી 100 અને ઉલ્કાવર્ષા દિવાળીના ફટાકડાંની આતશબાજીના રોમાંચક દ્રશ્યો આકાશમાં જોઇ શકાશે. ક્વોડરેન્ટિડ્સ ઉલ્કાવર્ષાની મહત્તમ ચાર દિવસીય મધ્યરાત્રિથી પરોઢ સુધી આકાશમાં જોવા મળશે. નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઇ શકાય છે.
આ અંગે જાથાના ચેરમેન જયંત પડ્યાએ જણાવ્યું હતું કે, ઉલ્કાવર્ષા નરી આંખે નિર્જન જગ્યાએથી સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. ઉલ્કાવર્ષા વર્ષ દરમિયાન 10થી 12 વખત અને વધુમાં 5 વખત આકાશમાં જોવા મળે છે. આ ઉલ્કાવર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત હોય છે. સૌરમમંડળમાં એવા પણ ધૂમકેતુઓ હોય છે કે, જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમિયાન પૃથ્વીની ભ્રમણકક્ષા કાપે છે. આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું રહેતું હોય છે. અને તેમાંથી વિસર્જીત થયેલ પર્દાફાશ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે.
આ રીતે જોઈએ તો દરેક ધૂમકેતુ પાછળ વિસર્જીત પદાર્થોનો શેરડો છોડતો જાય છે. જ્યારે પૃથ્વી પર આ વિસર્જીત પદાર્થોની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સાપેક્ષ વેગના કારણે આ ટુકડાઓ પ્રચંડ વેગે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે.
નોંધનીય છે કે આવા સમયે તેમનો મહત્મ વેગ સેકન્ડના 30 કિલોમીટર જેટલાનો અનુમાન રખાય છે. વાતાવરણમાં રહેલ વાયુઓ સાથે ઘર્ષણના કારણે આ ટુકડાઓ સળગી ઉઠે છે અને તેજ લીસોટા, અગ્નિ સ્વરૂપે જોવા મળે છે. તેને પ્રકારમાં ફાયરબોલ, અગનગોળા કે ઉલ્કાવર્ષા કહેવાય છે. ઈન્ટરનેશનલ મેટીયોર ઓર્ગેનાઈઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે.
(સંકેત)