1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના આ શહેરમાં આવેલું છે સોલાર વૃક્ષ, જે વિશ્વનું સૌથી વધુ વીજ ઉત્પાદન કરતું સોલાર ટ્રી બન્યું છે
ગુજરાતના આ શહેરમાં આવેલું છે સોલાર વૃક્ષ, જે વિશ્વનું સૌથી વધુ વીજ ઉત્પાદન કરતું સોલાર ટ્રી બન્યું છે

ગુજરાતના આ શહેરમાં આવેલું છે સોલાર વૃક્ષ, જે વિશ્વનું સૌથી વધુ વીજ ઉત્પાદન કરતું સોલાર ટ્રી બન્યું છે

0
Social Share
  • દેશમાં અનેક સોલાર પાર્કનું થઇ રહ્યું છે નિર્માણ
  • હવે ગુજરાતના વાપીમાં સોલાર વૃક્ષ મૂકવામાં આવ્યા
  • વાપીમાં આકાર પામેલ આ સોલાર ટ્રી વિશ્વનું સૌથી વધારે વીજળી પેદા કરનાર સોલાર ટ્રી બની ગયું છે

વાપી: છેલ્લા કેટલાક સમયથી માનવજાત દ્વારા સતત અને આડેધડ થતા ફોસિલ ફ્યૂઅલના વપરાશના કારણે આગામી પેઢીને ચોક્કસપણે ઇંધણની સમસ્યાનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે અને ત્યારે માત્ર ગ્રીન ઉર્જા જ એક શ્રેષ્ઠ અને લાભદાયી વિકલ્પ સાબિત થશે. તેમાં પણ ખાસ કરીને સૌર ઉર્જા એ જ ભારત માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થશે.

સૌર ઉર્જાના ભાવિ વચ્ચે ઔદ્યોગિક નગરી વાપીમાં સૌર વૃક્ષ થકી વીજળીના ઉત્પાદનની શરૂઆત કરાઇ છે. વૃક્ષ માનવજીવન માટે આર્શીવાદ સમાન માનવામાં આવે છે ત્યારે સોલાર ટ્રી આપણા માટે એક નવો જ શબ્દ છે. વાપીમાં આકાર પામેલ આ સોલાર ટ્રી વિશ્વનું સૌથી વધારે વીજળી પેદા કરનાર સોલાર ટ્રી બની ગયું છે.

વૃક્ષને માનવનું મિત્ર માનવામાં આવે છે. આજે જ્યારે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગથી ઝઝુમી રહ્યું છે ત્યારે વૃક્ષ અને જંગલો જ માનવના અસ્તિત્વ માટે જરૂરી બન્યા છે. આજે અમે લીલા પાંદડા ધરાવતા વૃક્ષો વિશે ચર્ચા નથી કરી રહ્યા પરંતુ વીજળનું ઉત્પાદન કરતા સોલાર ટ્રી વિશે વાત કરી રહ્યા છીએ. તસવીરમાં દેખાતું વિશાળ વૃક્ષ જેવું સ્ટ્રક્ચર હકીકતમાં સૌર વૃક્ષ છે.

વાપીની નગરપાલિકામાં સ્થિત અટલ બિહારી બાજપાઇ ઉદ્યાનમાં 4 વૃક્ષના આધુનિક સોલાર ટ્રી મૂકવામાં આવ્યા છે. જે સૌર ઉર્જામાંથી વીજ ઉર્જા નિર્માણ કરી આગામી પેઢીને ફોસિલ ઉર્જાનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાની પ્રેરણા આપે છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટના સહયોગથી વાપી નગરપાલિકાએ 80 લાખના ખર્ચે 90 કિલો વોલ્ટ વીજળીના ઉત્પાદન કરતું આ વૃક્ષ બનાવ્યું છે, જે વાપીના ચલા વિસ્તાર 180 કેવી વીજ પૈકી અડધું બિલ સૌર ઉર્જા પૂરું પાડે છે.

મહત્વનું છે કે, દેશમાં છેલ્લા ત્રણ દાયકાથી પરિવહન સેવાઓમાં સતત વધારો થઇ રહ્ય છે અને ક્રૂડ ઑઇલ પાછળ જ વિદેશી હૂંડિયામણ વધુ વપરાઇ રહ્યું છે ત્યારે મોદી સરકાર હવે વિન્ડ, સૌર અને હાઇડ્રો એનર્જી થકી વીજ ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહી છે. ખાસ કરીને ભારતમાં ઉનાળો પણ આકરો હોવાથી ત્યારે આકરા ઉનાળાના તાપથી સૌર ઉર્જાનું ઉત્પાદન થાય છે. દેશમાં અનેક સોલાર પાર્ક નિર્માણ પામી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code