
- અમદાવાદમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે કેલિકટથી તબીબોની ટીમ આવી
- મેડિકલ સ્ટાફની અછતને પહોંચી વળવા માટે કેલિકટથી તબીબોની ટીમ આવી
- આ ટીમને GMDC ખાતે બનેલી ધન્વન્તરી કોવિડ હોસ્પિટલમાં લઇ જવાય તેવી સંભાવના
અમદાવાદ: અમદાવાદમાં કોરોના સંક્રમણની સ્થિતિ વધુ વકરી રહી છે. હોસ્પિટલમાં બેડથી લઇને રેમેડેસિવીર ઇન્જેક્શન, મેડિકલ સુવિધાઓની સાથોસાથ તબીબોની પણ અછત પડી રહી છે. ત્યારે હવે તબીબોની પણ મદદ મળી રહી છે. અમદાવાદમાં કેલિકટથી ડોક્ટરોની ટીમ ગુરુવારે આવી પહોંચી છે. નેવીના 2 સ્પેશિયલ પ્લેન મારફતે ડોક્ટરોની ટીમ અમદાવાદ આવી પહોંચી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદને કોરોનાના કહેરથી બચાવવા માટે ઇમરજન્સી સેવા હેઠળ કેલિકટથી 30 તબીબોની ટીમ ગઇકાલે સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ પર આવી પહોંચી હતી. આ ટીમને અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં બનાવાયેલી 900 બેડની ધન્વન્તરી હોસ્પિટલમાં લઇ જવાશે તેવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે. અહીંયા, હોસ્પિટલ શરૂ થવાને 1 સપ્તાહ જેટલો સમય થયો છે, પરંતુ અહીંયા મેડિકલ સ્ટાફની અછત છે તેથી અહીંયા આ ટીમને લઇ જવાય તેવી સંભાવના છે.
Emergency medical support from Ezhimala Naval Academy has been sent to #Covid care centre, Ahmedabad @ahmairport ✈️
Flying with a Cause ✈️🏴@AAI_Official @DGCAIndia @MoCA_GoI #aaicares #PMCaresFund #COVID19 #medicalsupport #coronavirus pic.twitter.com/mzQ7cPV3jh— Calicut International Airport (@aaiclcairport) April 29, 2021
નોંધનીય છે કે, કેલિકટના એઝિમાલા નેવલ એકેડમી તરફથી ઈમરજન્સીના ભાગરૂપે 30 તબીબોની ટીમ અમદાવાદના કોવિડ સેન્ટર માટે ફાળવવામાં આવી છે. સ્ટેટ હેલ્થ ઓથોરિટી સાથે કો-ઓર્ડિનેટ કરીને આ મેડિકલ સુવિધા ઉભી કરવામા આવી છે તેવુ જાણવા મળ્યું છે.
(સંકેત)