
ધર્મો રક્ષતિ રક્ષિત: શું તમને આ ત્રણ શબ્દનો અર્થ ખબર છે? તો જાણો
જે વ્યક્તિ ધર્મ અને ભગવાનમાં માને છે, તેના માટે આજે આ ત્રણ શબ્દનો અર્થ જાણવો ખુબ જરૂર છે. આજના સમયમાં જે રીતે આપણા દેશના યુવાઓ ધર્મમાં રસ લઈ રહ્યા છે અને ભગવાન પ્રત્યે તેમની જે રીતે આસ્થા જાગી રહી છે ત્યારે લોકોને એ વાતની પણ ખબર હોવી જોઈએ કે આપણી સંસ્કૃતિ સંસ્કારમાં દરેક શબ્દનો શું અર્થ થાય છે. ઇશ્વરમાં શ્રધ્ધા રાખવી એ ધર્મ છે, શંકા રાખવી એ પાપ છે, ઐક્યનું જ્ઞાાન ધર્મ છે, ભિન્નતા એ પાપ છે. ટૂંકમાં ધર્મ, ઇશ્વર અને અધ્યાત્મભાવ આ સૌને આપણા અંતઃકરણમાં સૂક્ષ્મપણે અનુભવવાના છે. એજ આપણી અંતરયાત્રા !
જો વાત કરવામાં આવે ધર્મો રક્ષતિ રક્ષિત:- આ ત્રણ શબ્દના અર્થની તો, આનો મતલબ એવો થાય છે કે ધર્મની રક્ષાનો અર્થ છે- તેને સાચી રીતે જીવનમાં ઉતારવો, ચિંતનયોગ્ય બનાવી તેને ઉદાત્ત બનાવવો. ઉપનિષદોમાં કહ્યું છે કે ‘ ધર્મ એ છે જે વિશ્વને ધારણ કરે છે. અથવા તેનો આધાર છે. આ પ્રમાણે મનુષ્યત્વને ઉજાળે એવા માનવગુણો પ્રમાણે આચરણ કરવું એજ ધર્મનું પાલન છે. અને એ જ ધર્મનું રક્ષણ છે. આ રીતે ધર્મ દ્વારા રક્ષણ એજ ધર્મનું રહસ્ય છે. આપણો ધર્મ આપણા હૃદયમાં એક શ્રદ્ધાબળ તરીકે જીવંત રહેવો જોઈએ. ધર્મ એટલે સત્યની તાલાવેલી અને વિવેકી સમભાવ. તેમજ એ બંને તત્ત્વોની દોરવણી નીચે ઘડાતો જીવનવ્યવહાર. એ મુજબ બીજાઓનું ભલું કરવું એ ધર્મ છે
ધર્મ મનુષ્યને કર્તવ્યોન્મુખ બનાવે છે. તે મનુષ્યને શ્રેષ્ઠ માર્ગ પર ચલાવે છે. ધર્મની રક્ષાનો અર્થ છે- તેને સાચી રીતે જીવનમાં ઉતારવો, ચિંતનયોગ્ય બનાવી તેને ઉદાત્ત બનાવવો. કયો ધર્મ સાચો છે એના વ્યર્થ વિવાદમાં ન પડતાં, જો વિજ્ઞાાન સંમત પ્રગતિશીલ ચિંતન પર આધારિત ધર્મ-ધારણાને જીવનનું અંગ બનાવવામાં આવે તો આજના સમાજમાં ફેલાયેલી વિષમતા દૂર થઈ જાય.