ઋષિકેશઃ “બજરંગ સેતુ”નું બાંધકામ જુલાઈ 2023 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા
નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોમાં આવેલા ધાર્મિક સ્થળોના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યાં છે. હાલ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીનું ભવ્ય મંદિર બની રહ્યું છે. આ ઉપરાંત ઉત્તરાખંડમાં પણ બજરંગ સેતુનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ઋષિકેશમાં નિર્માણધીન બજરંગ સેતુનું નિર્માણ કાર્ય જુલાઈ 2023માં પૂર્ણ થવાની શકયતા છે.
ઉત્તરાખંડમાં એશિયાનો બીજો અને દેશનો પ્રથમ કેબલ સસ્પેન્શન બ્રિજ “બજરંગ સેતુ” ઋષિકેશમાં બનાવવામાં આવી રહ્યો છે. આ પુલ ઋષિકેશમાં પ્રખ્યાત લક્ષ્મણ ઝુલાની બાજુમાં બનાવવામાં આવી રહ્યો છે. લક્ષ્મણ ઝુલાને સુરક્ષાના કારણો સર ગયા વર્ષથી બંધ કરવામાં આવ્યો છે. કારણ કે લક્ષ્મણ ઝુલા રાહદારીઓ માટે સલામત ન હોવાથી તેને બંધ કરવામાં આવ્યોછે. પ્રસાસન દ્વારા મળતી માહિતી પ્રમાણે લક્ષ્મણ ઝુલાને માત્ર ઉપયોગ માટે બંધ કરવામાં આવ્યો છે પરંતું તેને તોડવામાં નહી આવે, તેને હેરિટેજ પુલ તરીકે સાચવવામાં આવશે. નવો બની રહેલ બજરંગ સેતુ માટે 67 કરોડનું બઝેટ ફાળવવામાં આવ્યું છે. હાલ પુલપર કામ કરીરહેલ ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે કે સંભવત જુલાઈ 2023 સુધીમાં આ સેતુનું કામ સંપુર્ણ પણે સપાપ્ત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.