1. Home
  2. ગુજરાતી
  3. પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતમાં થઈ શકે છે રાહત, વાંચો કેવી રીતે
પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતમાં થઈ શકે છે રાહત, વાંચો કેવી રીતે

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતમાં થઈ શકે છે રાહત, વાંચો કેવી રીતે

0
Social Share
  • પેટ્રોલ-ડીઝલના વધતા ભાવની નથી ચિંતા 
  • બિહારમાં નવો પ્લાન્ટ તૈયાર થયો છે
  • પ્લાસ્ટિકમાંથી બનાવે છે પેટ્રોલ

પેટ્રોલ-ડીઝલની કિંમત હવે એટલી વધી ગઈ છે કે સામાન્ય લોકો તેને પહોંચી વળે તેમ નથી. લોકોને 70 રૂપિયાનું પેટ્રોલ મોંઘુ પડતું હતુ હવે તે પેટ્રોલ અને ડીઝલની કિંમત 110ને આસપાસ પહોંચી છે. આવામાં બિહારમાં દેશનો એવો પહેલો પ્લાન્ટ કાર્યરત થયો છે જે પ્લાસ્ટિકના કચરામાંથી પેટ્રોલ અને ડિઝલ બનાવે છે. મુજફફરપુર જિલ્લામાં આ પ્લાન્ટનુ ઉદઘાટન બિહાર સરકારના મંત્રી રામસુરત રાયના હસ્તે થયુ હતું.

લોકોને પણ આ પ્રોડકટ પર ભરોસો થાય તે માટે મંત્રી રામસૂરત રાયે તેમાં બનેલુ દસ લિટર ડિઝલ પણ ખરીદ્યું હતું. આ પ્લાન્ટને જોવા માટે લોકો પણ ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે દેશનો આ પ્રકારનો પહેલો પ્લાન્ટ છે. જ્યાં પ્લાસ્ટિકના કચરામાંથી પેટ્રોલ અને ડિઝલ બનાવવામાં આવે છે.

આ પહેલા દહેરાદૂન સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ પેટ્રોલિયમ તરફથી પણ આ પ્રકારનો અખતરો કરવામાં આવ્યો હતો. જે સફળ રહ્યો હતો. આ પ્રકારના પેટ્રોલ અને ડિઝલમાં ઓકટેન વેલ્યૂ વધારે હોવાથી તે વધારે એવરેજ પણ આપે છે. કચરામાંથી પેટ્રોલ કે ડિઝલ બનાવવાની પ્રક્રિયામાં આઠ કલાકનો સમય લાગે છે.

પ્લાન્ટમાં 6 રૂપિયે પ્રતિ કિલો કચરો નગર નિગમ પાસેથી ખરીદવામાં આવશે. તેમાં તૈયાર થનારૂ પેટ્રોલ અને ડિઝલ 70 રૂપિયે પ્રતિ લિટરના ભાવે નગર નિગમ અને ખેડૂતોને વેચવામાં આવશે.

જો કે આ પ્રકારના પ્રયોગને જો સરકાર દ્વારા પણ વેગ આપવામાં આવે તો પ્લાસ્ટિકની સમસ્યાને પણ દૂર કરી શકાય છે અને લોકોને રાહતના ભાવે પેટ્રોલ પણ મળી શકે તેમ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code