1. Home
  2. ગુજરાતી
  3. મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ‘મધુશાલા’ નોન ફંજીબલ ટોકનની હરાજીમાં પ્રથમ દિવસે જ 3 કરોડથી વધુની બોલી લાગી
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ‘મધુશાલા’ નોન ફંજીબલ ટોકનની હરાજીમાં પ્રથમ દિવસે જ 3 કરોડથી વધુની બોલી લાગી

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ‘મધુશાલા’ નોન ફંજીબલ ટોકનની હરાજીમાં પ્રથમ દિવસે જ 3 કરોડથી વધુની બોલી લાગી

0
Social Share
  • મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ‘મધુશાલા’ NFT  હરાજી
  • દેશમાં પ્રથમ દિવસે જ 3 કરોડથી વધુની બોલી લાગી

 

મુંબઈઃ- બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની ‘મધુશાલા’, ઓટોગ્રાફવાળા પોસ્ટર્સ અને કલેક્શન વસ્તુઓની 3.8 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી છે. પ્રથમ દિવસે જ મધુશાલા  માટે યુએસ $ 420,000 મિલિયનની બોલી લાગી હતી, જે 520,000 પર પહોંચી ગઈ છે. પ્રાપ્ત વિગત પ્રમાણે ભારતમાં પ્રથમ દિવસે આ સૌથી વધુ બોલી છે. આ હરાજીનું આયોજન Beyondlife.Club દ્વારા કરવામાં આવી રહ્યું છે. હરાજી 1 નવેમ્બરથી શરૂ થઈ હતી અને 4 નવેમ્બર સુધી ચાલશે.

ઓગસ્ટ મહિનામાં, Beyondlife.Club એ જાહેરાત કરી હતી કે અમિતાભ બચ્ચન તેમના નોન-ફંગિબલ ટોકન પ્લેટફોર્મ પર લાવશે. મધુશાલા NFT એ અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચનની કવિતાઓનો એક ખાસ સંગ્રહ છે, જેનું પઠન બિગ બીએ તેમના પોતાના અવાજમાં કર્યું હતું. આ સાથે અમિતાભ બચ્ચનની 7 આઇકોનિક ફિલ્મોના પોસ્ટર છે જેના પર તેમનો  પોતાનો ઓટોગ્રાફ કરવામાં આવ્યો  છે. આ ઉપરાંત, ઘણા પ્રકારના કલેક્ટેબલ અને NFT આર્ટ પણ છે.

NFTનું પુરુ નામ નોન ફંજીબલ ટોકન છે. જેમાં આર્ટ, મ્યુઝિક, ઇન-ગેમ્સ અને વીડિયોને ડિજિટલ ફોર્મેટમાં સેવ કરવામાં આવે છે. તેને કોઈપણ મિલકતની જેમ જ ઓનલાઈન ખરીદી અને વેચી શકાય છે.

NFT સંગ્રહ ગાર્ડિયન લિંકની એન્ટિ-RIP NFT ટેકનોલોજી પર આધારિત છે. આ NFT કોપી કરવાનું ટાળે છે અને આ રીતે માલિક પાસે તેના પર વિશિષ્ટ અધિકારો ધરાવે છે. આ હરાજી 1લી નવેમ્બરથી શરૂ થઈ હતી. મધુશાલા માટે અત્યાર સુધીની સૌથી વધુ બોલી પહેલા દિવસે 3.13 કરોડ હતી જે 38 કરોડ સુધી પહોંચી ગઈ છે અને હજુ આ બિડ માટેના બે દિવસ બાકી છે. 4 તારીખ દિવાળઈનો દિવસ બિડ લગાવાનો લાસ્ટ દિવસ હશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code