1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં સમયાંતરે વરસાદના ઝાપટાંથી રોડ-રસ્તાઓ પર પાણી ભરાયાં,
અમદાવાદમાં સમયાંતરે વરસાદના ઝાપટાંથી રોડ-રસ્તાઓ પર પાણી ભરાયાં,

અમદાવાદમાં સમયાંતરે વરસાદના ઝાપટાંથી રોડ-રસ્તાઓ પર પાણી ભરાયાં,

0
Social Share

અમદાવાદઃ શહેરમાં આજે સવારથી મેઘો મહેરબાન થયો છે. શહેરમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. શહેરમાં બપોર સુધીમાં જોધપુર અને બોડકદેવમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. વપસાદને લીધે શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સરસપુર અને ચાંદલોડિયામાં ટ્રાફિકજામ થતા 4 એમ્બ્યુલન્સ ફસાઈ હતી. શહેરમાં વરસાદને લીધે  નોકરી-ધંધે જતા લોકો અને સ્કૂલ-કોલેજ જતા વિદ્યાર્થીઓ પરેશાન થયા હતા. વાસણા બેરેજ ડેમના ગેટ નંબર 24 અને 25 ખોલવામાં આવ્યા છે. હાલ લેવલ 131.50 ફૂટ છે. 129 કરવા માટે સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં આજે સોમવારે વહેલી સવારે 6 વાગ્યાથી વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. આકાશ કાળા દિમાગ વાદળોથી ઘેરાયેલું છે અને સવારથી સતત વરસાદ ચાલુ છે. કેટલાક વિસ્તારોમાં ઝરમર તો ક્યાંક સારો એવો વરસાદ પડી રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં નરોડા, ઓઢવ, ગોમતીપુર, વિરાટનગર, રામોલ, નિકોલ, મણિનગર, વટવા, દુધેશ્વર, શાહપુર, શાહીબાગ સહિતના વિસ્તારોમાં વરસાદ સતત પડી રહ્યો છે. પશ્ચિમ વિસ્તારના જોધપુર, સેટેલાઈટ, આનંદનગર, પ્રહલાદનગર, બોડકદેવ, વસ્ત્રાપુર, થલતેજ, ચાંદખેડા, ઉસ્માનપુરા, આશ્રમરોડ સહિતના વિસ્તારોમાં એકથી દોઢ ઈંચ પડયો છે. શહેરના એસજી હાઇવે, ગોતા, ન્યુ રાણીપ, જગતપુર, ચાંદખેડા, મોટેરા, એસપી રિંગ રોડ પર ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી ભરાય ગયા હતા.

શહેરના વિવિધ વિસ્તારો જેવા કે, વાડજ, રાણીપ, નવાવાડજ, ઘાટલોડિયા, ન્યુ રાણીપ, આશ્રમ રોડ, સોલા, ગોતા, બોપલ, શેલા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. પીક અવર્સમાં ધોધમાર વરસાદની શરૂઆત થતાં નોકરી-ધંધા પર જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. મહત્વનું છે કે, ધોધમાર વરસાદને કારણે રસ્તા પર વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી. જેને કારણે વાહનચાલકોને વાહનોમાં હેડલાઈટ ચાલુ કરીને વાહન ચલાવવાની  ફરજ પડી હતી. વરસાદને કારણે રિવરફ્રન્ટ પૂર્વ તરફથી સુભાષ બ્રિજ જતા રસ્તા પર ત્રણ કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક કારચાલકે અન્ય કારચાલકની ગાડીની ચાવી અને મોબાઈલ ઝૂંટવી લેતા બન્ને વચ્ચે કારની ડ્રાઈવિંગ સીટ પર ઝપાઝપી થઈ હતી. અકસ્માતને કારણે રિવરફ્રન્ટ પર એક કિમીનો લાંબો ટ્રાફિકજામ થયો છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code