Site icon Revoi.in

ગાંધીનગરના યુવક સાથે લગ્ન કરીને લૂંટેરી દૂલ્હન 11 લાખના દાગીના સાથે ફરાર

Social Share

ગાંધીનગર, 20 જાન્યુઆરી 2026:  જિલ્લાના મોટા ઇસનપુરમાં રહેતા એક યુવકને લગ્નની લાલચ આપીને મહિસાગરના ખાનપુર તાલુકાના ઝેર ગામે બોલાવીને કન્યા બતાવીને તાત્કાલિક જંગલ વિસ્તારમાં લઈ જઈને લગ્ન કરાવી દીધા હતા ત્યારબાદ દૂલ્હન સોનાના દાગીના અને રોકડ રકમ સાથે ગાયબ થઈ જતા બાકોર પોલીસે દલાલ સહિત ત્રણ આરોપીને ઝડપી લીધા છે.

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાની યુવતીએ લગ્નની લાલચ આપી ખાનપુર વિસ્તારમાં ઝેર ગામે બોલાવી જંગલ વિસ્તારમાં ખોટી રીતે લગ્ન વિધિ કરાવી દુલ્હનને આપેલ દાગીના અને રોકડ રકમ લઈ દુલ્હન અને તેનો ભાઈ મંદિરે દર્શન કરીને આવીએ કહી લૂંટેરી દુલ્હન સોનાના દાગીના અને રોકડ રકમ મળી 11,30,000/- લઈ ફરાર થઈ જતાં બાકોર પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ બનાવની વિગત એવી હતી કે, ગાંધીનગરના મોટા ઈસનપુરનો એક યુવાન લગ્ન માટે કન્યાની શોધમાં હતા, ત્યારે તે પોયડાના જયરાજસિંહ ઉર્ફે રાજુભાઈ ચૌહાણના સંપર્કમાં આવ્યા હતા. રાજુભાઈએ ખાનપુરના કુંભાયડી ગામે જ્યોતિ નામની યુવતી બતાવી લગ્ન નક્કી કરાવ્યા હતા. લગ્ન પૂર્વે સગાઈના સુકન, કપડાં અને જમણવારના નામે ટુકડે-ટુકડે મોટી રકમ પડાવવામાં આવી હતી. 16મી જાન્યુઆરીના રોજ યુવાન પરિવાર સાથે જાન લઈને પાંડરવાડા પહોંચ્યો હતો. જ્યાં યુવાનને છેતરીને ઝેર-સિમલા ભાઠોડ ગામના જંગલ વિસ્તારમાં આવેલા એક મકાનમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં જ્યોતિને દુલ્હન તરીકે તૈયાર હતાં અને સમગ્ર દુલ્હનને લગ્ન માટે આપેલા સોનાના દાગીના અને રોકડ રકમ લઈ ફરાર થવાના ઇરાદે ખોટી લગ્નવિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે યુવકના પિતાએ અંદાજિત છ લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના પહેરાવ્યા હતા અને પાંચ લાખ રૂપિયા રોકડા આપ્યા. તે દુલ્હન મંદિરમાં દર્શન કરવા જવું છે કહી ફરાર થઈ ગઈ હતી.  યુવાનને છેતરપિંડીનો અહેસાસ થતા જ્યોતિબેન, રાકેશભાઈ, જયરાજસિંહ અને અન્ય સાગરિતો વિરુદ્ધ બાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સાત આરોપીમાંથી વચોટીઓ દલાલ અને ખાનપુર વિસ્તારના પતિ અને પત્ની મળી કુલ ત્રણ આરોપીઓની બાકોર પોલીસે ધરપકડ કરી છે.

Exit mobile version