
RRR ફિલ્મનું બોક્સ ઓફીસ પર શાનદાર કલેક્શન- બીજા અઠવાડિયામાં જ 150 કરોડને પાર પહોંચી ફિલ્મની કમાણી
- RRR ફિલ્મનું શાનદાર કલેક્શન
- માત્ર એક અઠવાડિયામાં 150ને પાર પહોંચી કમાણી
મુંબઈ- ફિલ્મ RRR રિલીઝ થવાના બીજા અઠવાડિયાની અંદર જ 150 કરોડને પાર કલેક્શન કરનારી ફિલ્મ બની છે, આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે એક તરફ કાશ્મીરી ફાઈલ્સ ફિલ્મ ચાલતી હોવા છત્તા આ ફિલ્મએ પોતાનું સ્થાન બનાવી રાખ્યું છે.
25 માર્ચે વિશ્વભરમાં રિલીઝ થયેલી એસએસ રાજામૌલીની મેગ્નમ ઓપસ ‘RRR’ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવી રહી છે. રામ ચરણ, જુનિયર એનટીઆર, અજય દેવગણ અને આલિયા ભટ્ટ સહિત અખિલ ભારતીય કલાકારોને દર્શાવતી, આ ફિલ્મે વિશ્વભરમાં 700 કરોડથી વધુની કમાણી કરીને એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે.
આ સાથે જ કહી શકાય કે એક તરફ ‘RRR’ એ સુનામીની જેમ દુનિયાભરમાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે તો બીજી તરફ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ નવા રેકોર્ડ બનાવ્યા છે.
RRRની વાત કરીએ તો, તેણે શુક્રવારે 20.07 કરોડ, શનિવારે 24 કરોડ, રવિવારે 31.50 કરોડ, સોમવારે 17 કરોડ, મંગળવારે 15.02 કરોડ, બુધવારે 13 કરોડ અને ગુરુવારે 12 કરોડ અને શુક્રવારે 13.50 કરોડની કમાણી કરી કુલ 146 કરોડની કમાણી કરી હતી. ામ વિતેલા દિવસના કલેક્શનને જોડતા આ ફિલ્મે 150 કરોડને પાર કમાણી કરી લીધી છે આ સાથે જ આજે સન્ડે હોવાથી આજે ફિલ્મને ઘણા દર્શકો મળશે ત્યારે ટૂંક સમયમાં આ ફિલ્મની કમાણઈ વધવાની શક્યતાઓ દર્શાવાય છે.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ એ પ્રથમ સપ્તાહમાં જ કરોડોની કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ આંકડો શેર કર્યો છે. આ ફિલ્મે બીજા સપ્તાહમાં પ્રવેશતાની સાથે જ 150 કરોડનો આંકડો પાર કરી લીધો છે.