1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટને અપાતા નર્મદાના નીરનું રૂપિયા 1342 કરોડનું બીલ બાકી, RMCએ આપ્યો જવાબ
રાજકોટને અપાતા નર્મદાના નીરનું રૂપિયા 1342 કરોડનું બીલ બાકી, RMCએ આપ્યો જવાબ

રાજકોટને અપાતા નર્મદાના નીરનું રૂપિયા 1342 કરોડનું બીલ બાકી, RMCએ આપ્યો જવાબ

0
Social Share

રાજકોટઃ શહેરમાં નર્મદાના પાણીથી આજી સહિતના ડેમો સમયાંતરે ભરવામાં આવતા હોવાથી હવે પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ છે. સૌની યોજના અંતર્ગત નર્મદાના પાણી ડેમમાં ઠાલવવામાં આવે છે. જો કે નર્મદાના પાણી માટે પ્રતિ 1000 લિટરે રૂપિયા 4થી 6 પ્રમાણે ગણતરી કરીને મ્યુનિ.કોર્પોરેશનએ સરકારને બીલ ચુકવવું પડે છે. સિંચાઈ વિભાગ, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોર્ડ લિમિટેડ, અને  ગુજરાત પાણી પુરવઠા બોર્ડ તેમજ સૌના યોજના હેઠળ અપાયેલા નર્મદાના નીરનું 1342 કરોડનું બિલ બાકી બોલે છે, મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ બાકી બિલની રકમ ભરી નથી, આરએમસીની સામાન્ય સભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી.

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નર્મદા યોજનાનું પાણી ખરીદીને શહેરીજનોને વિતરણ કરવામાં આવે છે. જેનો ચાર્જ દર હજાર લીટરે રૂ.6 જેટલો ચુકવાય છે. મ્યુનિની જનરલ બોર્ડની બેઠકમાં પુછાયેલા પ્રશ્નના જવાબમાં રૂપિયા 1342 કરોડનું પાણીનું બીલ ચુકવવાનું બાકી હોવાનો  તંત્રએ સ્વીકાર કર્યો હતો. રાજકોટને અત્યાર સુધીમાં અંદાજીત 50 હજાર અબજ લીટર નર્મદા નીર આપવામાં આવ્‍યું છે. જેનો ચાર્જ 1342 કરોડની આસપાસ ચુકવવાનો થાય છે તેવું સત્તાવાર જાહેર કરવામાં આવ્યું છે.

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરને  બેડી ફીલ્‍ટર પ્‍લાન્‍ટ, આજી ફીલ્‍ટર પ્‍લાન્‍ટ તથા કોઠારીયા ફીલ્‍ટર પ્‍લાન્‍ટ કે જ્યાંથી સામાકાંઠા વિસ્‍તારમાં નર્મદા નીર અપાય છે. ત્‍યાં 1,17,295,45 લાખ લીટર નર્મદા નીરનું વિતરણ થયું છે. જ્યારે ન્‍યારા પમ્‍પીંગ સ્‍ટેશન ખાતે કે જ્યાંથી નવા રાજકોટને નર્મદા નીર આપવામાં આવે છે. ત્યાં 2,27,51,19,45 લાખ લીટર નર્મદા નીર આપવામાં આવ્યું છે. તેમજ સૌની યોજના હેઠળ આજી ડેમ અને ન્‍યારી ડેમમાં અત્‍યાર સુધીમાં કુલ 1500 મીલીયન ક્યુબીક મીટર નર્મદા નીર ઠાલવવામાં આવ્‍યા છે. આમ, ઉપરોક્ત આંકડાઓના હીસાબે રાજકોટમાં દર વર્ષે કરોડો રૂપિયાનું નર્મદા નીર ઠલવાય છે. જેનું બિલ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારને ચુકવવાનું થતું હોય છે. શહેરમાં પાણી વિતરણ વ્‍યવસ્‍થા માટે સરકારના સિંચાઇ વિભાગ GWIL, GWSSB તથા સૌની યોજના પાણીના બીલની બાકી રકમ જોઈએ તો આજી-1માં સિંચાઇ વિભાગની રૂ.2,78,76,07,379 સૌની યોજના રૂ.1,23,10,21 તથા ન્યારી-1માં સૌની યોજનાના રૂ.30,43,45,00 તેમજ ભાદર-1માં સિંચાઇ વિભાગના રૂ.97,84,98,856 અને ન્‍યારી-2નાં રૂ.7,14,05,476 સિંચાઇ વિભાગના બાકી છે. આમ સિંચાઇ વિભાગને 383 કરોડ, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોર્ડ લિમિટેડને સૌથી વધુ 801 કરોડ, ગુજરાત પાણી પુરવઠા બોર્ડને ત્રણ કરોડ અને સૌની યોજના હેઠળ અપાતા નર્મદા નીરના 153 કરોડ સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોને કુલ 1342.18 કરોડની રકમ ચુકવવાની બાકી છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code