1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં લગ્નપ્રસંગમાં ગાજરનો હલવો ખાધા બાદ 98ને ફુડપોઈઝનિંગ, 20ને હોસ્પિટલ ખસેડાયાં
ગાંધીનગરમાં લગ્નપ્રસંગમાં ગાજરનો હલવો ખાધા બાદ 98ને ફુડપોઈઝનિંગ, 20ને હોસ્પિટલ ખસેડાયાં

ગાંધીનગરમાં લગ્નપ્રસંગમાં ગાજરનો હલવો ખાધા બાદ 98ને ફુડપોઈઝનિંગ, 20ને હોસ્પિટલ ખસેડાયાં

0
Social Share

ગાંધીનગરઃ શહેરના સેકટર-24 સહયોગ એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારના ઘરે લગ્નપ્રસંગ હોવાથી રંગમંચ ખાતે ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્નપ્રસંગમાં રાત્રિના સમયે ભોજન આરોગ્ય બાદ 98 જેટલા લોકોને ફૂડ-પોઇઝનિંગની અસર થતાં 20 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. આ બનાવની જાણ થતાં આરોગ્ય વિભાગની ટીમ દોડી આવી હતી. લગ્નપ્રસંગમાં પનીરની સબજી અને ગાજરનો હલવો આરોગ્યા બાદ ફૂડ-પોઇઝનિંગની અસર થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે. ફૂડ વિભાગ દ્વારા ભોજનનાં સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યાં છે.

ગાંધીનગર મ્યુનિ.ના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  શહેરના સેક્ટર – 24માં  સહયોગ એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારના ઘરે લગ્નપ્રસંગ નિમિત્તે રંગમંચ ખાતે જમણવાર રાખવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં મહેમાનો આવ્યા હતા, જેમને પનીરની સબજી, ગાજરનો હલવો સહિતની વાનગીઓ પીરસવામાં આવી હતી. ભોજન આરોગ્યા બાદ વહેલી સવારે 90થી 100 જેટલા લોકોને ફૂડ-પોઇઝનિંગની અસર શરૂ થઈ હતી. ફૂડ-પોઇઝનિંગની અસરને પગલે અમુક મહેમાનોને ઝાડા-ઊલટી થવા લાગી હતી, જેથી અસરગ્રસ્ત દર્દીઓને સેકટર – 24 આરોગ્ય કેન્દ્ર તેમજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.  વહેલી પરોઢિયે બનાવની જાણ થતાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્યનો સ્ટાફ દોડી ગયો હતો.

મ્યુનિ.ના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, મ્યુનિ.ના આરોગ્ય વિભાગની ચાર ટીમોએ વહેલી સવારથી જ સર્વેલન્સ શરૂ કરી દઈ અસરગ્રસ્ત દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. ઉપરાંત પાંચ દર્દીને ગાંધીનગર સિવિલ દાખલ કરવામાં આવ્યા છે તેમજ અન્ય 15 દર્દીને સેકટર – 24 આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ કરી સારવાર અપાઈ રહી છે, જ્યારે અન્ય લોકોને ફૂડ-પોઇઝનિંગની સામાન્ય અસર વર્તાઈ હતી. સેકટર – 24 રંગમચમાં લગ્નપ્રસંગે ભોજન લીધા બાદ 100 જેટલા લોકોને ફૂડ-પોઇઝનિંગની અસર શરૂ થઈ હતી. પનીરની સબજી અને ગાજરના હલવાના જરૂરી સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યાં છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code