Site icon Revoi.in

’ગંગા સ્વરૂપા આર્થિક સહાય’ હેઠળ 16.49 લાખથી વધુ બહેનોને રૂ. 2,164 કરોડ ચુકવાયા

Social Share

ગાંધીનગરઃ રાજ્યની જરૂરિયાતમંદ બહેનોને વિવિધ યોજના દ્વારા વધુને વધુ આર્થિક પગભર બનાવવા સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય’ યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજે 16.49  લાખથી વધુ બહેનોને રૂ.2,164 કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પુછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતાં રાજ્ય મંત્રી  પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું.

મંત્રી  પાનસેરિયાએ કહ્યું હતું કે, આ યોજના હેઠળ કચ્છ જિલ્લામાં તા. 31 ડિસેમ્બર 2024ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કુલ 10.697 અરજીઓ પૈકી 10,643  અરજીઓ મંજૂર કરવામાં આવી છે, જે અંતર્ગત કુલ  રૂ. 9.23 કરોડથી વધુની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે.

મંત્રી  પાનસેરિયાએ પેટા પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યું હતું કે, અગાઉ આ યોજના અંતર્ગત જ્યારે ગંગા સ્વરૂપ બહેનનો દીકરો યુવાન થાય ત્યારે તે સહાય બંધ કરી દેવામાં આવતી હતી, પણ હવે તેમાં સુધારો કરીને તેમને કાયમી આર્થિક સહાય મળી રહે તે માટે બહેન જીવે ત્યાં સુધી લાભ આપવામાં આવી રહ્યો છે.આ સહાય DBTના માધ્યમથી સીધી લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવે છે તેમ, મંત્રી  ગૃહમાં વિગતો આપતાં ઉમેર્યું હતું.