
વાયનાડમાં કુદરતી આફત વચ્ચે RSSના કાર્યકરો રાહત-બચાવની કામગીરીમાં જોડાયાં
કેરળના વાયનાડમાં ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 150થી વધારે લોકોના મોત થયાં છે. તેમજ હજુ એનડીઆરએફ સહિતની એજન્સીઓ દ્વારા રાહત-બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. બચાવ કામગીરીમાં આરએસએસના સ્વયં સેવકો જોડાયાં છે. આરએસએસના કાર્યકરો વાયનાડ કેરળમાં થયેલ ભૂસ્ખલન કુદરતી આપદામાં સેવા કરતા જોવા મળી રહ્યા છે. રાહુલ ગાંધી વાયનાડમાં સાંસદ હતા અને ગત લોકસભાની ચૂંટણીમાં પણ ચૂંટાયાં હતા. જો કે, તેમની પરંપરાગત બેઠક રાયબરેલી બેઠક ઉપર જીત થતા રાહુલ ગાંધીએ વાયનાડની બેઠક ખાલી કરી હતી. પૂર્વ સાંસદ હોવા છતા રાહુલ ગાંધીએ હજુ સુધી વાયનાડનો પ્રવાસ નહીં કર્યો હોવાનું સ્થાનિકોમાં ચર્ચાય રહ્યું છે.
આરએસએસના કાર્યકરો હાલ કેરલમાં બચાવ કામગીરીની સાથે જરૂરીયાતમંદોને ભોજનનું વિતરણ અને દવાનો છંટકાવ સહિતની કામગીરીમાં જોતરાયેલા છે. આ પહેલાં પણ લાતુર-કચ્છના ધરતીકંપમાં, ઓરિસ્સા વાવાઝોડામાં, મચ્છુ ડેમ હોનારતમાં, ચરખીદાદરી વિમાન દુર્ઘટના વખતે, કોરોના વૈશ્વિક મહામારીમાં તેમજ દેશમાં પેદા થયેલ અનેકો નાની મોટી કુદરતી કે માનવસર્જિત દુર્ઘટનાઓમાં આ લોકોએ સમાજની નિ:સ્વાર્થ ભાવે સેવા કરેલ તે પણ જાણવા મળે છે.
ભારત-પાકિસ્તાન અને ભારત-ચીન વચ્ચે થયેલ યુદ્ધ વખતે પણ સૈન્યને આ લોકો અનેક રીતે મદદરૂપ થયેલ તે જાણવા મળે છે. આવા દેશહિતના કાર્યોને કારણે જ લાગે છે કે આ સંસ્થાના લોકોને વર્ષ ૧૯૬૩માં દિલ્હીમાં નીકળતી ગણતંત્ર દિવસ પરની પરેડમાં ભાગ લેવાનું સૌભાગ્ય મળ્યું હશે.