
રશિયાએ યૂક્રેનના માઈકોલોઈવ શહેરમાં હવાઈ હુમલો કર્યો – 32 લોકોના મોતન
- યુક્રેન રશિયા સંકટ
- યુક્રેન પર રશિયાની એર સ્ટ્રાઈક
- 32 લોકોના મોતનો એહેવાલ
દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસોથી યુક્રેન પર રશિયા દ્રારા સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે,રશિયાના રાષ્ટ્રપતિ પુતિન એક દિવસ પહેલા જ રશિયામાં ઘૂસીને યુક્રેને કરેલી સ્ટ્રાઈકથી ગભરાયેલા જોવા મળ્યા છે. જાણવા મળ્યું છે કે ત્યાર બાદ રશિયન સૈનિકોએ માયકોલોવમાં હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં 32 નિર્દોષ લોકોના મોતના અહેવાલ છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે શુક્રવારે થયેલા આ હુમલાનું કેન્દ્ર માયકોલાઈવ શહેરના ગવર્નરનું કાર્યાલય હતું. રશિયન સેનાએ આ ઈમારત પર હવાઈ હુમલો કર્યો હતો. હુમલા સમયે ગવર્નર વિટાલી કિમ ઘટના સ્થળે હાજર ન હતા. જોકે, પછીથી તેમણે હુમલાના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્આ હતા
ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 38 દિવસોથી સતત ચાલી રહેલા યુદ્ધનું અત્યાર સુધી કોઈ પરિણામ આવ્યું નથી. આગલા દિવસે રશિયાએ આરોપ લગાવ્યો હતો કે યુક્રેને તેની સરહદની અંદર 25 માઈલ અંદર આવીને ઓઈલ ડેપો પર હુમલો કર્યો હતો.
આ રશિયાનો દાવો એવા સમયે આવ્યો છે જ્યારે નિષ્ણાતોએ થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે તે પોતાના વિસ્તારો પર ઢોંગ તરીકે કેટલાક હુમલા કરી શકે છે અને યુક્રેનને દોષી ઠેરવી શકે છે. રશિયન અધિકારી યાકેસ્લાવ ગ્લાડકોવે કહ્યું કે આ હુમલો યુક્રેનના બે સૈન્ય હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવ્યો હતો.