Homeગુજરાતીપેટ્રોલ-ડીઝલના ભાવમાં 80-80 પૈસા પ્રતિ લીટરનો વધારો

પેટ્રોલ-ડીઝલના ભાવમાં 80-80 પૈસા પ્રતિ લીટરનો વધારો

  • ફરી મોંધુ થયું પેટ્રોલ-ડીઝલ
  • પેટ્રોલ-ડીઝલમાં 80 પૈસા પ્રતિ લીટરનો વધારો
  • 13 દિવસમાં 11 મી વખત થયું મોંધુ

દિલ્હી:પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ફરી એકવાર વધારો થયો છે.શનિવારે 80 પૈસાના વધારા સાથે આજે ફરીવાર કિંમતોમાં તેજી જોવા મળી રહી છે.તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 80-80 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે.આમ,પેટ્રોલ અને ડીઝલ 13 દિવસમાં 11 મી વખત મોંધુ થયું છે.આ વધારા બાદ દિલ્હીમાં આજે પેટ્રોલ 103.41 રૂપિયાની નજીક પહોંચ્યું જયારે ડીઝલ 94.67 રૂપિયા પ્રતિ લીટરના સ્તરને પાર કરી લીધું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત 118.41 રૂપિયા અને ડીઝલની કિંમત 102.64 રૂપિયા પ્રતિ લીટર છે.કોલકાતામાં પેટ્રોલની કિંમત 113.03 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 97.82 રૂપિયા પ્રતિ લીટર છે. તો, ચેન્નાઈમાં પેટ્રોલ 108.96 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 99.04 રૂપિયા પ્રતિ લીટર છે.ગયા વર્ષે 4 નવેમ્બરથી આ બંને ઈંધણની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

સરકારના રાજકીય વિરોધીઓએ આરોપ લગાવ્યો હતો કે,મોદી સરકારે પાંચ રાજ્યોમાં ચૂંટણીને કારણે તેલ કંપનીઓને ભાવ વધારવાથી રોકી હતી.આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 112 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા બાદ ઓઈલ કંપનીઓએ રવિવારે ડીઝલના મોટા ખરીદદારો માટે 25 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. ઓઈલ ડીલર્સનું કહેવું છે કે,છૂટક કિંમતમાં ધીમે ધીમે વધારો કરવામાં આવશે.

મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા ચાલી રહી છે.મુંબઈમાં પેટ્રોલનો ભાવ સૌથી વધુ છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.

 

 

સંબંધિત લેખો

Most Popular