1. Home
  2. ગુજરાતી
  3. રશિયા પણ છે પશ્ચિમનું દુશ્મન, તો પછી શા માટે ISIS-Kએ કર્યો હુમલો? 1400 વર્ષ જૂનો છે ઈતિહાસ
રશિયા પણ છે પશ્ચિમનું દુશ્મન, તો પછી શા માટે ISIS-Kએ કર્યો હુમલો? 1400 વર્ષ જૂનો છે ઈતિહાસ

રશિયા પણ છે પશ્ચિમનું દુશ્મન, તો પછી શા માટે ISIS-Kએ કર્યો હુમલો? 1400 વર્ષ જૂનો છે ઈતિહાસ

0
Social Share

મોસ્કો: રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અવારનાર અમેરિકા સહીતના પશ્ચિમી દુનિયાના દેશોને ધમકી આપતા રહે છે. તેઓ માને છે કે અમેરિકા, યુરોપિયન યુનિયન સહીત પશ્ચિમી દેશો તેમની વિરુદ્ધ છે અને યુદ્ધમાં યુક્રેનનો સાથ આપી રહ્યા છે. કોલ્ડવોરના તબક્કામાં જ રશિયાની આ સ્થિતિ છે. આ પ્રકારે આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ તમામ ઈસ્લામિક આતંકવાદ પણ પશ્ચિમી દેશોને લઈને પોતાનો ખુલ્લો વિરોધ  કરે છે અને દુશ્મન માને છે. તેવામાં ઈસ્લામિક સ્ટેટે રશિયા પર ભીષણ આતંકી હુમલો કેમ કર્યો, જે ખુદ પણ પશ્ચિમની વિરુદ્ધ રહ્યો છે. આ સવાલ તમામના દિલોદિમાગમાં છે. મોસ્કોના ક્રોક્સ સિટીના એક કોન્સર્ટ હોલમાંથયેલા આતંકી હુમલામાં 140 લોકોના દર્દનાક મોત નીપજ્યા છે.

આતંકી સંગઠન આઈએસઆઈએસની વિચારધારાને સમજનારા જાણકારો માને છે કે રશિયા પણ તેના દુશ્મન જેવું જ છે. તેનું કારણ એ છે કે રશિયામાં ખ્રિસ્તી ધર્મને માનનારા લોકોની સંખ્યા વધારે છે. ઈસ્લામિક સ્ટેટ પાકિસ્તાનથી લઈને નાઈજીરિયા સુધી દુનિયાના મોટા હિસ્સાને સદીઓથી ચાલી રહેલા યુદ્ધને બે ભાગમાં વહેંચે છે. તેનું માનવું છે કે ગત 1400 વર્ષોથી ઈસ્લામ અને ખ્રિસ્તીની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. તેમાં તમામ ખ્રિસ્તી બહુમતી ધરાવતા દેશોનો અલગ મોરચો છે અને ઈસ્લામિક દેશ અલગ છે. તે માને છે કે મોસ્કો પણ ખ્રિસ્તીઓના વિસ્તૃત ગઠબંધનનો જ ભાગ છે.

સોવિયત સંઘનો હિસ્સો રહેલા દેશોના યુવા બન્યા આતંકી-

આ સિવાય ઈસ્લામિક સ્ટેટ, અલકાયદા સહીતના તમામ આતંકી જૂથ માને છે કે ખ્રિસ્તી ધર્મમાં માનનારા અને અન્ય બિનઈસ્લામિક દેશોનું એક વણકહેલું ગઠબંધન છે. તેવામાં ભારત, રશિયા સહીત તમામ દેશ તેના ટાર્ગેટ પર છે. ઈસ્લામિક સ્ટેટમાં તો રશિયા, ભારત, બ્રિટન, અમેરિકા, ફ્રાંસ સહીત દુનિયાભરમાંથી ગયેલા લોકો આતંકી બન્યા છે. ઈસ્લામિક સ્ટેટનું જ એક આતંકી સંગઠન છે- ઈસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રોવિન્સ.  તેને આઈએસકેપી કહેવામાં આવે છે. તેમાં મોટી સંખ્યામાં મધ્ય એશિયાના એ દેશોના આતંકીઓ સામેલ છે, જે ક્યારેક સોવિયત સંઘનો ભાગ હતા.

ચેચેન્યાનું યુદ્ધ પણ છે રશિયા સામેના ગુસ્સાનું કારણ-

આ આતંકીઓને લાગે છે કે રશિયા પણ ઈસ્લામની વિરુદ્ધ છે. તેવામાં તેની વિરુદ્ધ જેહાદ છેડવી જોઈએ. ધ ગાર્ડિયનના રિપોર્ટ મુજબ, રશિયા પર હુમલાનું એક કારણ એ પણ છે કે પુતિન સરકાર સીરિયામાં બશર અલ અસદનું સમર્થન કરે છે. અસદ સરકારને ઈસ્લામિક સ્ટે પોતાની વિરુદ્ધ માને છે. 1999માં ચેચેન્યામાં રશિયા તરફથી લડવામાં આવેલું લોહિયાળ યુદ્ધ પણ આનું એક કારણ છે. તેના સિવાય અફઘાનિસ્તાનમાં રશિયાનું 1980માં પહોંચવું પણ આતંકી સંગઠન ઈસ્લામ વિરુદ્ધ ઉઠાવવામાં આવેલું પગલું માને છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code