
યુક્રેન ઉપર સતત છઠ્ઠા દિવસે રશિયાના હુમલા, વિવિધ શહેરોમાં એર રેડ એલર્ટ જાહેર કરાયું
નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આજે છઠ્ઠો દિવસ છે. રશિયાની સેના સતત યુક્રેનની રાજધાની કીવ ઉપર બોમ્બથી સતત હુમલો કરી રહ્યું છે. રશિયાએ યુક્રેન ઉપર આક્રમક હુમલો નહીં કર્યો હોવાનું મનાઈ રહ્યું છે પરંતુ હવે બધુ બદલાઈ રહ્યું છે. લગભગ 64 કિમી લાંબી રશિયા આર્મીનો કાફલો યુક્રેનની રાજધાની કિવ નજીક પહોંચી ચુક્યું છે અને આ કાફલો ઝડપથી કિવ તરફ આગળ વધી રહ્યું છે. રશિયાના આર્મીનો સેટેલાઈટ ઈમેઝ સામે આવ્યાં છે. રશિયાની સેના કિવ તરફ આગળ વધી રહી છે ત્યારે રહેણાક વિસ્તારમાં આગના બનાવો બની રહી છે સેટેલાઈટ ફોટોમાં કેટલાક વિસ્તારમાં આગ જોવા મળે છે. બીજી તરફ ખારકીવમાં સંઘર્ષ ચાલી રહ્યું છે. બીજી તરફ યુક્રેનના અલગ-અલગ શહેરોમાં એર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
યુક્રેનના શહેર ઓખિરકામાં રશિયાના સેનાએ કરેલા હુમલામાં યુક્રેનના 70 જવાનોના મોત થયાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર રશિયા સેનાએ આ શહેરમાં યુક્રેન આર્મી બેઝને નિશાન બનાવ્યાં છે. યુક્રેનના વિદેશ મંત્રી દમિત્રો કુલેબાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, તેમણે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં રજૂઆત કરી છે જેથી રશિયાની સેનાના હુમલા ઝડપથી રોકી શકાય. દરમિયાન યુક્રેનના વોલપન, ટેરનોપીલ અને રિવને ઓબલાસ્ટમાં સાયર વાગી રહ્યાં છે એવામાં લોકોને નજીકના શેલ્ટરમાં જઈને પોતાની જાતને સુરક્ષિત રહેવાની સલાહ આપવામાં આવી છે. કેનાડાએ યુક્રેનને એન્ટી ટેન્ક હથિયાર સપ્લાય કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત કેનાડાએ રશિયામાંથી ઓઈલની ખરીદીનો ઈન્કાર કર્યો છે. ઓસ્ટ્રેલિયનના પીએમ સ્કોટ મોરેરિસનએ યુક્રેનને 50 મિલિયન ડોલરની સૈન્ય મદદ કરવાની સાથે રશિયા સામે લડવા માટે મિસાઈલ આપવાનો નિર્ણય કર્યો છે.