1. Home
  2. ગુજરાતી
  3. યુક્રેનના ખાર્કીવ ઉપર રશિયાનો સતત હુમલોઃ ભયભીત લોકો શહેર છોડવા બન્યાં મજબુર
યુક્રેનના ખાર્કીવ ઉપર રશિયાનો સતત હુમલોઃ ભયભીત લોકો શહેર છોડવા બન્યાં મજબુર

યુક્રેનના ખાર્કીવ ઉપર રશિયાનો સતત હુમલોઃ ભયભીત લોકો શહેર છોડવા બન્યાં મજબુર

0
Social Share

નવી દિલ્હીઃ યુક્રેનના ખાર્કિવ શહેર પર રશિયાનો હુમલો ચાલુ છે. અહીં રશિયા સતત બોમ્બ અને મિસાઈલ છોડી રહ્યું છે. જેના કારણે શહેરમાં અરાજકતાનો માહોલ છે. લોકો ભયભીત છે. મજબૂરીમાં લોકોને ઘર છોડીને અહીં-તહીં ભટકવું પડે છે. મોટી સંખ્યામાં લોકો અન્ય શહેરોમાં સ્થળાંતર કરી રહ્યા છે. જેના કારણે ખાર્કિવ સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આવી જ એક તસવીર વાયરલ થઈ રહી છે, જેને જોઈને પરિસ્થિતિનો અંદાજ લગાવી શકાય છે.

ખાર્કિવ સ્ટેશનની આ તસવીરમાં પ્લેટફોર્મ પર દૂર-દૂરથી લોકોની ભીડ જ દેખાઈ રહી છે. આલમ એ છે કે પગ રાખવાની જગ્યા પણ નથી. દરેક વ્યક્તિ જલદી આ શહેર છોડીને સુરક્ષિત જગ્યાએ જવા માંગે છે. જેને તક મળી રહી છે, તે ટ્રેનમાંથી નીકળી રહ્યો છે. રશિયાએ પોતાના હુમલામાં સૌથી વધુ યુક્રેનના ખાર્કિવ શહેરને નિશાન બનાવ્યું છે. શહેર લગભગ ખંડેરમાં ફેરવાઈ ગયું છે.

ખાર્કીવમાં બોમ્બથી અનેક હાઈરાઈઝ ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે, રસ્તાઓ અને પુલ તૂટી ગયા છે, શાળા-કોલેજો પણ ધ્વસ્ત થઈ ગઈ છે. હજારો લોકોના ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. રશિયા તરફથી અહીં સતત બોમ્બ ધડાકાને કારણે લોકો ગભરાટમાં જીવી રહ્યા છે. રશિયા અહીં સૌથી વધુ મિસાઈલો અને બોમ્બ છોડી રહ્યું છે. તેના હુમલામાં અનેક નાગરિકો માર્યા ગયા છે. આ જ કારણ છે કે લોકો આ શહેરથી ભાગી રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code