HomeગુજરાતીIPLનો નવો પ્રોમો રિલીઝ- એમ.એસ ઘોનીનો નવો લૂક અને શાનદાર એક્ટિંગ જોવા...

IPLનો નવો પ્રોમો રિલીઝ- એમ.એસ ઘોનીનો નવો લૂક અને શાનદાર એક્ટિંગ જોવા મળી

  • આઈપીએલનો નવો પ્રોમો થયો રિલીઝ
  • એમ.એસ.ઘોની શાનદાર રોલમાં જોવા મળ્યો

દિલ્હીઃ- દેશભરના કિક્રેટ પ્રેમીઓ આઈપીએલની આતુરતાથી રાહ જઈ રહ્યા છે, ત્યારે હવે બીસીસીઆઈ દ્રારા ઈન્ડિયન પ્રીમિયર લીગનું શેડ્યૂલ  જારી કરી દીધુ છે. ઉલ્લેખનીય છે કે આ શેડ્યૂઅલ પ્રમાણે સીઝનની ફર્સ્ટ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાનારા છે ત્યારે ક્રિકેટ પ્રેમીઓના ઈંતઝારના અંત આવશે.

આ સાથે જ આઈપીએલ 2022 ની સફર 26 માર્ચે વાનખેડે સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આરંભ થશે. 

ઈન્ડિયન પ્રીમિયર લીગ  બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સ દ્રારા હવે આઈપીએલનો નવો પ્રોમો પણ રિલીઝ કરવામાં આવી ચૂક્યો છે જેમા મશહૂર ક્રિક્રેટર નમહેન્દ્ર સિંહ ઘોની શાનદાર લૂકમાં જોવા મળ્યા છે, એક્ચિંગની બાબતમાં ઘોની એક ક્રિકેટરની જેમ જ મશહુર છે

લોન્ચ થયેલા આઈપીએલના પહેલા  પ્રોમોમાં ધોની એક બસ ડ્રાઈવરના ડૅપર લુકમાં નજરે પડે છે સોશિયલ મીડિયા પર ઘોનીનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.ઉલ્લેખનીય છે કે આ વખતે આઈપીએલની મેચમાં બે નવી ટીમો ઉમેરવામાં આવી છે જેથી આ બે વધુ ટિમ મેદાનમાં ઉતરશે, આ મેચમાં 26 માર્ચથી 22 મે સુધી કુલ 70 લીગ મેચો રમાશે. 

સંબંધિત લેખો

Most Popular