1. Home
  2. ગુજરાતી
  3. સચિનની ‘યશકલગી’માં વધુ એક પીંછૂ, ICC હૉલ ઑફ ફેમમાં સામેલ
સચિનની ‘યશકલગી’માં વધુ એક પીંછૂ, ICC હૉલ ઑફ ફેમમાં સામેલ

સચિનની ‘યશકલગી’માં વધુ એક પીંછૂ, ICC હૉલ ઑફ ફેમમાં સામેલ

0

આઈસીસીમાં સામલ થનારા સચિન છઠ્ઠા ખેલાડી

2018માં રાહુલ દ્રવિડને આ સન્માન મળ્યું હતું

સચિને વનડેમાં 18426 રન અને  ટેસ્ટમા 15921 રન ફટકાર્યો છે

સચિને પરિવાર , મિત્રો અને પ્રશંસકોનો આભાર માન્યો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ક્રિક્ટ જગતમાં પોતાનું સ્થાન બનાવરા સચિન તેંડુલકર આઈસીસી હૉલ ઑફ ફેમમાં સામેલ થતા તેમની તેમણે મિત્રો, પરિવાર અને ફેન્સનો આભાર માન્યો હતો પોતાની ખુશી પણ શૅર કરી હતી

હાલ બેસ્ટમેન સચિન તેદુંલકર સહિત દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર એલેન ડોનાલ્ડ અને ઓસ્ટ્રેલિયાની પૂર્વ મહિલા ક્રિકેટર કૈથરીન ફિટ્ઝપેટ્રિકનો આઈસીસીની હોલ ઓફ ફેમમાં સમાવેશ કરવામાં આવ્યા છે . આ ત્રણેય ખેલાડીઓને ગુરુવારે લંડનમાં સમ્માનિત કરાયા હતા . સચિન આઈસીસી હોલ ઓફ ફેમમાં શામેલ થનાર છઠો ભારતીય છે. તેની પહેલા સુનિલ ગાવસ્કર, બિશન સિંહ બેદી, કપિલ દેવ અનિલ કુંબલે અને રાહુલ દ્રવિડને આ સમ્માન મળી ચુક્યું છે.

ત્યારે વાતને લઈને સચિને પોતાના ટ્વિટર પર ટ્વિટ કર્યું છે કે “ આઈસીસીના હોલમાં સામેલ થવાથી હું ખુબ જ ખુશ છું આજે હું જે પમ કઈક છું તેમાં ધણા લોકોનો ખુબ મોટો ફાળો રહ્યો છે જેના માટે મારા પરિવાર ,મારા મિત્રો અને મારા પ્રશંસકોનો આભારી છું ” તથા સચિને કેથરીન ને ડોનાલ્ડને પણ શુભકામના પાઠવી હતી. આ ઉપરાંત સચિને કહ્યું કે, આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સ્થાન મેળવવું મારા માટે સમ્માનની વાત છે. બધા ખેલાડીઓએ ક્રિકેટને આગળ વધારવા માટે યોગદાન આપ્યું છે. મને ખુશી છે કે મેં મારુ કામ કર્યું છે

આઈસીસી હોલ ઓફ ફેમમાં કોઈ પણ ખેલાડીને નિવૃત્તિના પાંચ વર્ષ પછી શામેલ કરવામાં આવે છે. સચિને નવેમ્બર 2013માં નિવૃત્તિ લીધી હતી. તે 200 ટેસ્ટ રમનાર એક માત્ર ક્રિકેટર છે. તેણે ટેસ્ટ 15921 અને વનડેમાં 18426 રન કર્યા હતા. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 સદી ફટકારનાર તે એકમાત્ર ક્રિકેટર રહ્યા છે. ટેસ્ટમાં 51 અને વનડેમાં 49 સદી ફટકારી છે. તે 2011માં વર્લ્ડકપ જીતનાર ભારતીય ટીમનો ભાગ બન્યા હતા.

સચિને પોતાની કારકિર્દી 1989-2013માં બનાવી છે, 200 ટેસ્ટ મેચોમાં 53.78 અવરેજની સાથે 15121 રન કર્યા હતા જેમાં 51 સદીનો સમાવેશ થાય છે. આ સાથે સચિનએ 463 વન ડે ઈન્ટરનેશનલમાં 44.83 ની એવરેજથી 18426 રન કર્યા હતા, જેમાં તેની 49 સદીનો સમાવેશ થાય છે. આ રીતે સચિન 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારનારા એકમાત્ર બેટ્સમેન છે. બાળપણના મિત્ર વિનોદ કાંબલીએ વિડિઓને રિલિઝ કરીને અભિનંદન પાઠવ્યા છે. 2015 માં અનિલ કુંબલેને આ સન્માન મળ્યું. 200 9 માં બિશન સિંઘ બેદી અને સુનિલ ગાવસ્કરને ‘આઇસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમ’ના ઉદઘાટનમાં બોલાવવામાં આવ્યા હતા. કપિલ દેવે 2010 માં આ સન્માન મેળવ્યું. ત્યારે હવે સચિન પમ મા બાકાત રહ્યા નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code