Homeગુજરાતીઉત્તરપ્રદેશના પૂર્વ સીએન મુલાયમ સિંહ યાદવની બીજી પત્નિ સાધનાનું લાંબી બીમારી બાદ...

ઉત્તરપ્રદેશના પૂર્વ સીએન મુલાયમ સિંહ યાદવની બીજી પત્નિ સાધનાનું લાંબી બીમારી બાદ નિધન

  • યુપીના પૂર્વ સીએમની બીજી પત્નિનું નિધન
  • સાધના ગુપ્તાનું લાંબી બીમારી બાદ નિધન

લખનૌઃ-  ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની સાધના ગુપ્તાનપું આજરોજ શનિવારની બપોરે નિધન થયું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુડગાંવની મેદાંતા હોસ્પિટલે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

ઉલ્લેખનીય છે કે વિતેલા  અઠવાડિયે જ સાધના ગુપ્તાને સુગર સહિત સાધનાને ઘણા દિવસોથી ફેફસાની સમસ્યા હતી આવી અનેક બીમારીઓને કારણે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે મુલાયમ સિંહ યાદવ ગુડગાંવ માટે રવાના થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે મુલાયમ અને સાધના ગુપ્તાના લગ્ન 2003માં થયા હતા. તેમને એક પુત્ર પણ છે જેનું નામ પ્રતીક યાદવ છે. પ્રતીકની પત્ની અપર્ણા યાદવ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments