1. Home
  2. ગુજરાતી
  3. લોકસભા ચૂંટણી: સમાજવાદી પાર્ટીએ છ ઉમેદવારો કર્યા ઘોષિત, ત્રણ બેઠકો મુલાયમસિંહ સહીત યાદવ પરિવારના સદસ્યોને અપાઈ
લોકસભા ચૂંટણી:  સમાજવાદી પાર્ટીએ છ ઉમેદવારો કર્યા ઘોષિત, ત્રણ બેઠકો મુલાયમસિંહ સહીત યાદવ પરિવારના સદસ્યોને અપાઈ

લોકસભા ચૂંટણી: સમાજવાદી પાર્ટીએ છ ઉમેદવારો કર્યા ઘોષિત, ત્રણ બેઠકો મુલાયમસિંહ સહીત યાદવ પરિવારના સદસ્યોને અપાઈ

0

લોકસભા ચૂંટણી 2019ને લઈને સમાજવાદી પાર્ટીએ છ લોકસભા બેઠકો માટે પોતાના ઉમેદવારિની એક યાદી જાહેર કરી છે. જેમાં મૈનપુરીથી મુલાયમસિંહ યાદવ, બદાયૂંથી ધર્મેન્દ્ર યાદવ, ફિરોઝાબાદથી અક્ષય યાદવ, ઈટાવાથી કમલેશ કઠેરિયા, રોબર્ટ્સગંજથી ભાઈલાલ કોલ અને બહરાઈચથી શબ્બીર વાલ્મીકિને સમાજવાદી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે.

આ છ ઉમેદવારોમાંથી મુલાયમસિંહ યાદવ, ધર્મેન્દ્ર યાદવ અને અક્ષય યાદવ યુપીના ભૂતપૂર્વ મુખ્યપ્રધાનના યાદવ પરિવારમાંથી જ આવે છે. આ પહેલા કોંગ્રેસે પણ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બીએસપીના ગઠબંધન તરફથી બેઠકોની પેશકશના અહેવાલ વચ્ચે 15 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે.

સૂત્રોને ટાંકીને આવી રહેલા અહેવાલ મુજબ, સમાજવાદી પાર્ટી અને બીએસપી ગઠબંધન તરફથી મળેલી ઓફર પર કોંગ્રેસમાં ઉહાપોહની સ્થિતિ છે અને અત્યાર સુધીમાં કોઈ આખરી નિર્ણય થઈ શક્યો નથી. જો કે સમાજવાદી પાર્ટી અને બીએસપીએ સોનિયા ગાંધીની બેઠક રાયબરેલી અને રાહુલ ગાંધીની અમેઠી બેઠક પરથી ઉમેદવાર નહીં ઉતારવાનો નિર્ણય કર્યો હતો.

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મુલાયમસિંહ યાદવે ગત લોકસભા ચૂંટણી આઝમગઢ બેઠક પરથી લડી હતી. આ વખતે પૂર્વાંચલની મહત્વપૂર્ણ બેઠક કોને મળશે, તેના પર સૌની નજર મંડાયેલી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.