1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની સાઉદી અરામકોએ અમેરિકાની કંપની સાથે 12.4 અરબની ડીલ પર હસ્તાક્ષર કર્યા
વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની સાઉદી અરામકોએ અમેરિકાની કંપની સાથે 12.4 અરબની ડીલ પર હસ્તાક્ષર કર્યા

વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની સાઉદી અરામકોએ અમેરિકાની કંપની સાથે 12.4 અરબની ડીલ પર હસ્તાક્ષર કર્યા

0
Social Share
  • વિશ્વની સૌથી મોટી તેલ કંપની છે અરામકો
  • અરામકોએ અમેરિકાની કંપની સાથે 12.4 અરબના કરાર પર કર્યા હસ્તાક્ષર

દિલ્હી- વિશ્વની સૌથી મોટી તેલ કંપની સાઉદી અરામકોએ તાજેતરમાં કહ્યું છે કે, તેણે યુએસ સ્થિત ઇઆઈજી ગ્લોબલ એનર્જી પાર્ટનર્સના નેતૃત્વમાં રોકાણકાર કન્સોર્ટિયમ સાથે $ 12.4 અબજ ડોલરના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ, રોકાણકાર જૂથને અરામકોના પાઇપલાઇન વ્યવસાયમાં 49 ટકા હિસ્સો મળશે.

આરામકો દ્વારા વર્ષ 2019 ના અંતમાં સૂચિબદ્ધ થયા બાદની ઔ સૌથી મોૌટી પ્રથનમ ડીલ છે,. વિશ્વની સૌથી મોટી જાહેર રજૂઆત હેઠળના ભાગ રૂપે સાઉદી સરકારે પ્રારંભિક જાહેર નિર્ગમ (આઈપીઓ) દ્વારા પે કેટલોક હિસ્સેદારી 29.4 અબજ ડોલરમાં વેચી હતી

આઇઆઈજીના નેતૃત્વ કરનારા સમૂહે અરામકો સાથે એતક લીઝ અને લીઝ બેક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. નવી કંપનીમાં અરામકોનો 51 ટકા હિસ્સો રહેશે. શુક્રવારે મોડી સાંજે કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતું કે ‘આરામકોને આશરે 12.4 અબજ ડોલરની આગોતરી આવક થઈ શકે છે. વૈશ્વિક સ્તરે આ સૌથી મોટા ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડીલ દ્વારા કંપની તેની બેલેન્સશીટને વધુ મજબૂત બનાવશે.

ઇઆઈજીની આગેવાની હેઠળના કન્સોર્ટિયમ પેટા કંપનીમાં 49 ટકા હિસ્સો ધરાવશે. પરંતુ અરામકોએ કહ્યું કે તે સંપૂર્ણ માલિકી અને ઓપરેશનલ નિયંત્રણ જાળવી પોતે રાખશે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી હતી જ્યારે અરામકોનો નફો સતત ઘટી રહ્યો હતો.

ક્રૂડ ઓઇલના નીચા ભાવને કારણે 2020 માં આરામકોનો ચોખ્ખો નફામાં 44.4 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે,આઇઆઈજી એક રોકાણકાર કંપની છે, જેણે વિશ્વભરમાં ઉર્જા અને ઉર્જા માળખાગત પ્રોજેક્ટ્સમાં 34 અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code