1. Home
  2. ગુજરાતી
  3. વૈજ્ઞાનિકોનો દાવો-‘દુનિયાનું સૌથી મોટું કુટુંબ’ શોધી કાઢ્યું, જેની સાથે જોડાયેલા છે 2 કરોડ 70 લાખ લોકો !
વૈજ્ઞાનિકોનો દાવો-‘દુનિયાનું સૌથી મોટું કુટુંબ’ શોધી કાઢ્યું, જેની સાથે જોડાયેલા છે 2 કરોડ 70 લાખ લોકો !

વૈજ્ઞાનિકોનો દાવો-‘દુનિયાનું સૌથી મોટું કુટુંબ’ શોધી કાઢ્યું, જેની સાથે જોડાયેલા છે 2 કરોડ 70 લાખ લોકો !

0
Social Share
  • વૈજ્ઞાનિકોએ કર્યો દાવો
  • દુનિયાનું સૌથી મોટું કુટુંબ’ શોધી કાઢ્યું
  • જેની સાથે જોડાયેલા છે 2 કરોડ 70 લાખ લોકો !

દુનિયાની વસ્તી ઝડપથી વધી રહી છે.એવું માનવામાં આવે છે કે, લગભગ 10 હજાર વર્ષ પહેલા પૃથ્વી પર માત્ર થોડાક લાખ લોકો રહેતા હતા, પરંતુ આજના સમયમાં દુનિયાની વસ્તી 7 અબજને વટાવી ગઈ છે. આમાં જ્યાં ભારતની વસ્તી લગભગ 138 કરોડ છે, જ્યારે ચીનની વસ્તી 140 કરોડથી વધુ છે.આ સિવાય પણ આવા ઘણા નાના દેશો છે, જેની વસ્તી અમુક લાખો સુધી સીમિત છે,પરંતુ શું તમે આવા કોઈ પરિવાર વિશે સાંભળ્યું છે, જેમાં 2 કરોડથી વધુ લોકો જોડાયેલા છે?જી હા, આ આશ્ચર્યજનક છે, પરંતુ તે એકદમ સાચું છે.

હકીકતમાં,વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે,તેમણે ‘દુનિયાનું સૌથી મોટું કુટુંબ’ એટલે કે ફેમિલી ટ્રી શોધી કાઢ્યું છે, જેની સાથે 27 મિલિયન એટલે કે 2 કરોડ 70 લાખ લોકો જોડાયેલા છે.આજના સમયમાં દુનિયાના દરેક ખૂણે આ લોકો હાજર છે. હવે તેને પરિવાર કહે કે આખો દેશ, તમે જ નક્કી કરો.

અહેવાલ મુજબ, યુકેના વૈજ્ઞાનિકોની એક ટીમે આ અનોખું સંશોધન કર્યું છે અને જણાવ્યું છે કે ‘દુનિયાના સૌથી મોટા પરિવાર’ના મૂળ એટલે કે આ ફેમિલી ટ્રી આજથી લગભગ 10 હજાર વર્ષ જૂનું છે.તે અત્યાર સુધીનું સૌથી મોટું અને સૌથી જૂનું ફેમિલી ટ્રી હોવાનું માનવામાં આવે છે.

અહેવાલો અનુસાર,આ ફેમિલી ટ્રીમાં, એકથી બીજા, બીજાથી ત્રીજા, ત્રીજાથી ચોથા, આમ કરવાથી ઘણા દૂરના સંબંધીઓ જોડાયા છે જેઓ કોઈને કોઈ રીતે લોહીના સંબંધથી જોડાયેલા હતા.આ ફેમિલી ટ્રી બનાવવા માટે ઘણા સો વર્ષોથી સંચિત ડીએનએનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ અનોખું સંશોધન સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયું છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે,આ વિશાળ ફેમિલી ટ્રી ની મદદથી તે મનુષ્યની ઉત્પત્તિ સાથે જોડાયેલા રહસ્યોને સમજવામાં મદદ કરશે અને સાથે જ મેડિકલ સાથે જોડાયેલા રહસ્યો પણ ખુલશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code