નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં પવિત્ર શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર છે, અને સવારથી જ શિવાલયોમાં ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. “હર હર મહાદેવ” ના જયઘોષ સાથે ભાવિકો ભગવાન શિવના દર્શન કરવા ઉમટી પડ્યા છે.
આજના સોમવારે જળાભિષેક સહિત દેવાધિદેવ મહાદેવની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને, કાશી વિશ્વનાથ મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે અને ભક્તિમય વાતાવરણ સર્જાયું છે.
શ્રદ્ધાળુઓએ સોમવારનું વિશેષ વ્રત રાખીને વહેલી સવારે શિવાલયમાં પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર ઉત્તર ભારતમાં ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ છવાયો છે.