
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. તબીબો અને પેરા મેડિકલનો સ્ટાફ કોરોનાના દર્દીઓની અવિરત સેવા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર તબીબો પગાર અને બઢતીમાં અન્યાય થઈ રહ્યો હોવાની રાવ કરી રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર તબીબોએ સરકાર સામે બાયો ચડાવી વર્ષ 2008થી બાકી રહેલી બઢતી અંગે સરકાર ત્વરિત નિર્ણય લે તેવી માંગ કરી છે. સાથે જ સાતમા પગાર પંચના લાભથી પણ સરકારી તબીબો વંચિત છે. એવામાં તેમણે અલગ અલગ 15 માંગણીઓ મામલે સરકારને આવેદનપત્ર આપ્યા છતાં અસરકારક પગલાં નથી લેવાયા. ત્યારે હવે આ તબીબોએ હડતાલ પર જશે તેવા સંકેતો આપ્યાં છે ત્યારે હવે તેમની સાથે જુનિયર ડોક્ટરો પણ જોડાશે.
જુનિયર ડોક્ટર એસોસિએશને જણાવ્યું હતું કે રાજયના સરકારી તબીબો, શિક્ષકો છેલ્લા એક વર્ષથી સરકારની સાથે કોરોનાને મ્હાત આપવા તનતોડ મહેનત કરી રહ્યાં છે. રાત કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને જોયા વિના અવિરત ફરજ બજાવી છે. પરંતુ આ કોરોના વોરિયર્સ પોતાની માંગણીઓ નહીં સંતોષાતા વ્યથિત છે. તેમણે હડતાળ કરવા અંગેનું આવેદન પત્ર પણ પાઠવ્યું છે. જ્યારે કોરોનાના દર્દીઓમાં ધરખમ વધારો થયો ત્યારે આ ડોક્ટરોએ પોતાની હડતાળ પાછી ખેંચી લીધેલ છે. પરંતુ તેમ છતાં તેમના પ્રશ્નો અંગે કોઈ સંવેદનશિલતા દાખવી નહીં અને તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે. ત્યારે અમે તેમની હડતાળને સંપૂર્ણ ટેકો જાહેર કરીએ છીએ. કોરોનાના કપરા કાળમાં દર્દીઓને હોસ્પિટલમાં બેડ અને વેન્ટિલેટર સહિત ઓક્સિજનની સુવિધા મળતી નથી. હાલમાં કેસો વધી રહ્યાં હોવાથી તબીબો પણ દર્દીઓની સેવામાં રાત દિવસ લાગ્યાં છે. ત્યારે આ હડતાળથી દર્દીઓને ભારે હાલાંકી વેઠવાનો વારો આવશે. ડોક્ટરોની આ હડતાળમાં રાજ્યભરના આશરે 1700 ડોક્ટરોનું સંગઠન જોડાયેલું હોવાનું જાણવા મળ્યું છે. આ હડતાળમાં આવનાર દિવસોમાં અન્ય જુનિયર ડોક્ટરો પણ જોડાય તેવી શક્યતાઓ છે. અગાઉ જુનિયર ડોક્ટરોએ ધન્વંતરી હોસ્પિટલમાં નોકરી મામલે બબાલ કરી હતી પણ તેમને સમજાવવાથી માની ગયાં હતાં
ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનમાં એડિશનલ સુપરિન્ટેડન્ટ કક્ષાના, વિભાગીય વડા અને અનેક સિનિયર તબીબો દ્વારા પોતાની માગણીઓને લઈને બેઠકમાં યોજાઈ હતી.
રેસિડેન્ટ તબીબ-2 મેડિસિન વિભાગના તબીબે જણાવ્યું હતું કે, આવતીકાલથી સ્ટ્રાઈક નક્કી છે. એટલે આજે એક ટીમ કલેક્ટર લેખિતમાં આપવા ગઈ છે. દોઢ મહિનાથી અમે વારંવાર સરકારને યાદ કરાવતા આવ્યા છે. પણ કોઈને પડી નથી. કોરોનાની માહામારીમાં દરેક ટોપર રેસિડેન્ટ અભ્યાસ, પરિવાર બધું છોડીને કોવિડના દર્દીઓ પાછળ વધુમાં વધુ સમય આપી કામ કરી રહ્યો છે. ડોક્ટરોની અછત દૂર કરવા MBBS પાસ કરનાર ડૉક્ટરને સરકાર તાત્કાલિક 60 હજારના 1. 25 લાખ આપી ભરતી કરાઈ રહી છે ને રેસિડેન્ટ તબીબોના સ્ટ્રેઇપેન્ડ વધારવામાં ગલ્લા તલ્લા કરાઈ રહ્યાં છે. દરેક રેસિડેન્ટ પોતાનું કેરિયર બગાડીને કોવિડમાં કામ કરી રહ્યો છે.