1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરાના વુડા સર્કલ નજીક ટ્રાફિકજામની વિકટ સમસ્યા, તંત્ર નિષ્ક્રિય, વાહન ચાલકો પરેશાન
વડોદરાના વુડા સર્કલ નજીક ટ્રાફિકજામની વિકટ સમસ્યા, તંત્ર નિષ્ક્રિય, વાહન ચાલકો પરેશાન

વડોદરાના વુડા સર્કલ નજીક ટ્રાફિકજામની વિકટ સમસ્યા, તંત્ર નિષ્ક્રિય, વાહન ચાલકો પરેશાન

0
Social Share

વડોદરાઃ શહેરમાં રોજબરોજ વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. જેના લીધે ટ્રાફિકના પ્રશ્નો માથાના  દુઃખાવારૂપ બનતા જાય છે. શહેરના એરપોર્ટથી જુના પાદરા રોડના છેવાડા સુધી  સરળતાથી વાહન પરિવહન કરી શકાય તે માટે પહોળા બનાવેલા રોડ પર માત્ર વુડા સર્કલ પર ટ્રાફિક ચક્કાજામ જોવા મળી રહ્યો છે.  વુડા સર્કલ પરના નડતરરૂપ દબાણો દુર કરીને  સર્કલને થોડું નાનું કરી, રાહદારીઓ માટે ફૂટપાથ બનાવી ટ્રાફિકની સમસ્યા દુર કરવા મ્યુનિ. કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી છે.

વડોદરામાં વિશ્વામિત્રી બચાવો સમિતિએ મ્યુનિ. કોર્પોરેશનમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે શહેરના પૂર્વમાંથી પશ્ચિમ તરફ જતા રસ્તા પર ટ્રાફિક ચક્કાજામનું કેન્દ્ર વુડા સર્કલ જંકશન છે. જ્યાં રોજેરોજ ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાય છે, ટ્રાફિક જામ વખતે દર્દી સાથેની એમ્બ્યુલન્સ પણ ઘણો સમય અટવાઈ ગઈ હોવાના બનાવો જોવા મળ્યા છે. વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ, વડોદરા પૂર્વના તમામ વિસ્તારો, સમા, કારેલીબાગથી વડોદરા પશ્ચિમ તરફ એટલે કે જુના પાદરા રોડ સુધી પહોચવા માટે લોકોને આ વુડા સર્કલનું જંકશન ઓળંગવું પડે છે. જ્યાં ટ્રાફિક ચક્કાજામને કારણે મોટી સમસ્યા ઉભી થઈ રહી છે. વુડા સર્કલને થોડું નાનું કરવા સહિતના પગલાં લેવાથી સમસ્યાનું નિવારણ થઇ શકે તેમ છે. શહેરના સમા વિસ્તારથી વુડા સર્કલ ટ્રાફિક ચક્કાજામ સમસ્યા રૂપ બની રહ્યું છે. રોજબરોજ વુડા સર્કલ પાસે ટ્રાફિક ચક્કાજામ થઇ જાય છે. આ ઉપરાંત કારેલીબાગ, સમા અને ફત્તેગંજમાં આવેલી શાળાઓમાં સાયકલ લઇને જતા વિદ્યાર્થીઓને પણ ટ્રાફિક જામના કારણે ભય ઉભો થયેલો છે. આ ગીચ ટ્રાફિક ધરાવતા વુડા સર્કલનું જંકશન ઓળંગી સામે જવું મુશ્કેલ પણ મુશ્કેલ બની રહ્યું છે, શહેરના મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ વુડાનું સર્કલ નાનું બનાવીને આજુબાજુના દબાણો સત્વરે દુર કરવામાં આવે તેવી માગ ઊઠી છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code