
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ટાર્ગેટ કિલીંગની ઘટનાઓમાં વધારો થયો છે. હાઈબ્રિડ આતંકવાદીઓ કાશ્મીરી પંડિત, સ્થાનિકો અને લઘુમતિ કોમના લોકોને નિશાન બની રહ્યાં છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ હાઈબ્રિડ આતંકવાદીઓ સામે કાર્યવાહી વધારે તેજ કરી છે. દરમિયાન એક મહિનામાં આતંકવાદીઓએ ટાર્ગેટ કિલીંગની સાત ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળે છે. જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 16 વ્યક્તિઓની હત્યા કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઘાટીમાં હાઈબ્રિટ આતંકવાદીઓ પોલીસ કર્મચારીઓ, શિક્ષકો અને સામાન્ય નાગરિકોને નિશાન બનાવી રહ્યાં છે. તાજેતરમાં જ સાંબાની શિક્ષિકા રજની બાલાની હત્યા કરી હતી. તે પહેલા ટીવી અભિનેત્રી અંબરીન ભટની હત્યા કરી હતી. એટલું જ નહીં રાહુલ ભટ્ટ નામના સરકારી કર્મચારીની ઓફિસમાં ઘુસીને ગોળીમારી હત્યા કરવામાં આવી હતી. ટાર્ગેટ કિલિંગની ઘટનાને પગલે કાશ્મીરી પંડિતોમાં રોષ ફેલાયો છે. તેમજ આતંકવાદીઓ સામે આકરી કાર્યવાહી કરવાની સાથે સરકારી નોકરી કરતા કર્મચારીઓને ઘાટીની જગ્યાએ શ્રીનગરમાં બદલી આપવાની માંગણી કરી રહ્યાં છે. એટલું જ નહીં સુરક્ષાને લઈને કાશ્મીરી પંડિતોએ મોટી સંખ્યામાં હિજરતની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ આતંકવાદ અને આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે.
જમ્મુ-કાશ્મીરના ઉચ્ચ પોલીસના ઉચ્ચ અધિકારીનું કહેવું છે કે, સ્થાનિક નાગરિકો પણ આતંકવાદીઓની મેલી મુરાદ જાણી ગયા છે જેથી આતંકવાદીઓના કોઈ પણ ફરમાનને માનતા નથી. જેથી ટાર્ગેટ કિલિંગની ઘટનાને અંજામ આપીઓ આતંકવાદીઓ સ્થાનિકોમાં ભય ફેલાવવામાં માંગે છે.