Site icon Revoi.in

યુરોપની અનેક પોસ્ટલ સેવાઓએ અમેરિકાને પાર્સલ મોકલવાનું અસ્થાયી રીતે બંધ કરી

Social Share

ભારતીય પોસ્ટ વિભાગે અમેરિકા માટેની મોટા ભાગની સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરી છે. જ્યારે હવે ભારત બાદ યુરોપની અનેક પોસ્ટલ સેવાઓએ અમેરિકાને પાર્સલ મોકલવાનું અસ્થાયી રીતે બંધ કરવાની જાહેરાત કરી છે. અમેરિકા તરફથી લાગુ કરવામાં આવી રહેલા ટેરિફને લઈને યુરોપના પોસ્ટ વિભાગે આ પ્રકારનો નિર્ણય લીધો છે.

જર્મની, ડેનમાર્ક, સ્વીડન અને ઈટલીની પોસ્ટલ સેવાએ ના જણાવ્યું કે, ‘તેઓ તાત્કાલિક અમેરિકાને મોટાભાગે વ્યાપારિક સામાન મોકલવાનું બંધ કરી રહ્યા છે. જેમાં ફ્રાન્સ અને ઓસ્ટ્રિયા સોમવારથી અને બ્રિટેન મંગળવારથી આ પગલું ભરશે.’
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા, જે હેઠળ હવે વિદેશી માલ પર ટેરિફ લાદવામાં આવશે જે અગાઉ 800 ડોલરથી ઓછી કિંમત પર ડ્યુટી ફ્રી હતા. જોકે, આ નિયમ પત્રો, પુસ્તકો, ભેટો અને 100 ડોલરથી ઓછી કિંમતના નાના પાર્સલ પર લાગુ થશે નહીં. ગયા મહિને યુએસ અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેના વેપાર કરારમાં યુરોપિયન યુનિયનમાંથી આવતા મોટાભાગના ઉત્પાદનો પર 15 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Exit mobile version