1. Home
  2. ગુજરાતી
  3. શાહીદ કપૂરની વેબસિરીઝ ‘ફર્ઝી’નો નવો રેકોર્ડ, સૌથી વધુ વખત જોવાઈ આ સિરીઝ
શાહીદ કપૂરની વેબસિરીઝ ‘ફર્ઝી’નો નવો રેકોર્ડ, સૌથી વધુ વખત જોવાઈ આ સિરીઝ

શાહીદ કપૂરની વેબસિરીઝ ‘ફર્ઝી’નો નવો રેકોર્ડ, સૌથી વધુ વખત જોવાઈ આ સિરીઝ

0
Social Share
  • શાહીદની વેબ સિરીઝ ફર્ઝી’નો નવો રેકોર્ડ
  • સૌથી વધુ વખત જોવાઈ આ સિરીઝ

મુંબઈ – બી ટાઉનના અભિનેતા શાહીદ કપૂર ભલે ગમે તેટલી ફ્લોપ ફિલ્મ આપે પણ જ્યારે તેમની એક ફિલ્મ સુપર હિટ જાય એટલે તેઓ ચર્ચા છવાય છે, તો હાલ પણ કંઈક એવું જ બન્યું છે .થોડા મહિના પહેલા તેમની ફિલ્મ જર્સી ભલે હિટ ન ગઈ પરંતુ ત્યાર બાદ તેમની આવેલી વેબ સિરીઝ ફર્ઝીએ ઓટીટી પ્લેટફઓર્મ પર ઘમાલ મચાલી છે, આ વેબ સિરીઝે હવે નવો રેકોર્ડ બનાવ્યો છે.જેને લઈને શાહીદ કપૂર ફરી ચર્ચામાં આવ્યો છે.

 શાહિદ કપૂર સ્ટારર રાજ અને ડીકેની વેબ સિરીઝ ફરઝીએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. રિલીઝ થઈ ત્યારથી જ આ વેબ સિરીઝ ચાહકોમાં ચર્ચામાં છે. એક સર્વે પ્રમાણે નકલી પૈસા છાપવા પર બનેલી આ વેબ સિરીઝને અત્યાર સુધીની સૌથી વધુ જોવાયેલી ભારતીય શ્રેણી તરીકે જાહેર કરવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 37.1 મિલિયન દર્શકોએ શાહિદ કપૂર અને વિજય સેતુપતિની વેબ સિરીઝ ‘ફર્ઝી’ જોવાઈ છે. આટલા બધા વ્યુઝ મળવાથી એ વાતનો સંકેત મળે છે કે ફર્જી દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય બની ગયો હતો.

https://www.instagram.com/shahidkapoor/?utm_source=ig_embed&ig_rid=8d17700a-27ba-410b-8e15-f8b305482160

ઉલ્લેખનીય છે કે  ‘ફર્ઝી’એ ‘રુદ્ર’, ‘મિર્ઝાપુર સીઝન 2’, ‘પંચાયત 2’ અને ‘ધ નાઈટ મેનેજર’ જેવી અન્ય લોકપ્રિય સીરિઝને વ્યૂના મામલામાં પાછળ પછાડી દીધી છે. આ રેકોર્ડ વિશે ખુદ અભિનેતાએ માહિતી શેર કરી છે. ચાહકો સાથે આ ખુશખબર શેર કરતા શાહિદ કપૂરે તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો, જેમાં કેપ્શનમાં તેણે લખ્યું, ‘ફર્ઝી ફેવર…તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.’

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code