1. Home
  2. ગુજરાતી
  3. શહનાઝ ગિલના ભાઈ શાહબાઝે સિદ્ધાર્થ શુક્લા માટે ભાવુક પત્ર શેર કર્યોઃ કહ્યું કંઈક એવું કે, જે દરેકની આંખો કરશે નમ
શહનાઝ ગિલના ભાઈ શાહબાઝે સિદ્ધાર્થ શુક્લા માટે ભાવુક પત્ર  શેર કર્યોઃ કહ્યું કંઈક એવું કે, જે દરેકની આંખો કરશે નમ

શહનાઝ ગિલના ભાઈ શાહબાઝે સિદ્ધાર્થ શુક્લા માટે ભાવુક પત્ર શેર કર્યોઃ કહ્યું કંઈક એવું કે, જે દરેકની આંખો કરશે નમ

0
Social Share
  • શહનાઝ ગિલના ભાઈ શાહબાઝ ગિલે સિદ્ધાર્થને લઈને ભાવુક પત્ર લખ્યો
  • સોશિયલ મીડિયા પર પત્ર કર્યો શેર

મુંબઈઃ- સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ બાદ સૌ કોઈની  શહનાઝ ગિલની ચિંતા સતાવી રહી છે, વિતેલી કાલે જે રીતે શહેનાઝ ગિલની હાલત લોકોએ જોઈ હતી ત્યારથી શહનાઝ સાથે લોકો પોતાની સંવેદના શેર કરી રહ્યા છે.

શહનાઝ એકદમ સંવેદશીલ જોવા મળી હતી. ત્યારે હવે તેના ભાઈ એ શહબાઝે બદેશા તેની બહેનને સંભાળતો જોવા મળ્યો છે,તેસિદ્ધાર્થ અને શહનાઝનું ‘બિગ બોસ 13’ દરમિયાન ખાસ લગાવ જોવા મળ્યો હતો,એટલું જ નહીં, સિદ્ધાર્થનું શહનાઝના પરિવાર સાથે પણ સારું એવું બોન્ડિંગ જોવા મળ્યું હતું. ત્યારે હવે શાહબાઝે અભિનેતાને યાદ કરતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જે ખૂબ ભાવુક છે.

શહનાઝના ભાઈ શાહબાઝ એ પોસ્ટમાં સિદ્ધાર્થને ‘સિંહ’ ગણાવ્યો છે અને લખ્યું છે કે તે પણ તેમના જેમ જ બનવા માંગે છે. શહબાઝ લખે છે કે ‘મારા સિંહ, તમે હંમેશા અમારી સાથે છો અને તમે હંમેશા અમારી સાથે હશો. હું તમારા જેવા બનવાનો પ્રયત્ન કરીશ. હવે તે એક સ્વપ્ન છે અને આ સ્વપ્ન જલ્દી પુરુ થશે. હું એમ નહીં કહું કે આત્માને શાંતિ મળે,કારણ કે તમે ત્યાં નથી, હું તમને પ્રેમ કરું છું.આ સાથે, શાહબાઝે સિદ્ધાર્થનો ફોટો શેર કરતા સાથે ઇન્સ્ટા સ્ટોરી પર લખ્યું – ‘શેર છે અને તે  એક જ રહેશે.

આ અગાઉ શહબાઝ અને શહનાઝ એક સાથે અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. જ્યારે શહનાઝ કારમાં બેઠી ત્યારે તે ખરાબ હાલતમાં રડતી જોવા મળી હતી, આવી સ્થિતિમાં શાહબાઝે તેને સંભાળી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code