1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં ટ્રાફિક ભંગ કરનારા વાહનચાલકો પાસેથી ડેબીટ અને ક્રેડિટ કાર્ડથી દંડ પણ વસુલતી પોલીસ
અમદાવાદમાં ટ્રાફિક ભંગ કરનારા વાહનચાલકો પાસેથી ડેબીટ અને ક્રેડિટ કાર્ડથી દંડ પણ વસુલતી પોલીસ

અમદાવાદમાં ટ્રાફિક ભંગ કરનારા વાહનચાલકો પાસેથી ડેબીટ અને ક્રેડિટ કાર્ડથી દંડ પણ વસુલતી પોલીસ

0
Social Share

અમદાવાદઃ શહેરમાં વધતા જતાં વાહનોને લીધે તેમજ લોકોમાં ટ્રાફિક સેન્સના અભાવને કારણે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે. ત્યારે શહેર પોલીસે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરીને વાહનચાલકો પાસેથી ઈ-મેમોનો દંડ વસૂલાત કરવાની કામગીરી આરંભી છે. વાહનચાલકોના નંબર ઓનલાઈન ચેક કરવામાં આવે છે, જેમાં કેટલાકને પાંચ-પાંચ મેમા ભરવાના બાકી હોય છે, જેની સ્થળ પર જ દંડ વસૂલાત કરવામાં આવે છે. જો કોઈ વાહનચાલક એમ કહે કે પૈસા રોકડા નથી અને ઓનલાઇન પેમેન્ટ કરવા માગે તો ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી  દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ વાહનચાલકોને થયેલા દંડની રકમને ટ્રાફિક- પોલીસે વસૂલવાનું શરૂ કર્યું છે. પોલીસ સ્થળ પર જ વાહનચાલકને રોકડ રકમનો દંડ વસૂલી રહી છે. એ ઉપરાંત ડિજિટલ પેમેન્ટ થકી પણ દંડ વસૂલાઈ રહ્યો છે. ઉપરાંત CCTVથી ઇ-મેમો મોકલીને દંડ વસૂલવામાં આવે છે, પરંતુ ઇ-મેમોની પદ્ધતિમાં લોકોએ દંડ ભરવાનું માંડી વાળ્યું છે, જેથી ટ્રાફિક- પોલીસે ખાસ દંડ વસૂલાત સ્ક્વોડ કાર્યરત કરી છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ એમ બે વિસ્તારમાં કુલ 26 પોલીસકર્મીના સ્ટાફની સ્ક્વોડ રોડ પર જે વાહનચાલક આવે તેને રોકી ઓનલાઇન તેમનો વાહનનંબર ઈ-ચલણ પેમેન્ટ વેબસાઈટ પર જોઈને જો મેમોની રકમ બાકી હોય તો સ્થળ પર જ વસૂલ કરે છે અથવા ઓનલાઇન પેમેન્ટ કરાવે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પશ્ચિમ વિસ્તારની સ્કવોડ દ્વારા સુભાષબ્રિજ, નારણઘાટ પાસે શાહીબાગ સ્વામિનારાયણ મંદિર બહાર રોડ પર 2 ASI અને 9 જેટલા પોલીસકર્મી સાથે વાહનચાલકોને રોકી ચેકિંગ શરૂ કર્યું હતું. રોડ પર આવતાં બાઇક, રિક્ષા, ગાડી સહિતનાં વાહનોને રોકવામાં આવ્યાં હતાં. એક પોલીસકર્મી પાસે સ્થળ વસૂલાતનો મેમો હતો. પોલીસકર્મીઓ વાહનચાલકને રોકી તેમનો વાહન નંબર ઓનલાઇન https://payahmedabadechallan.org/ માં નાખવામાં આવતા હતા. જે વાહનચાલકોને દંડ ભરવાનો બાકી હોય તેમનો સ્થળ પર જ દંડ લેવામાં આવતો હતો. મોબાઈલમાં ઓનલાઇન જ તેમનો વાહન નંબર નાખતાં જો દંડ ભરવાનો બાકી છે એટલા મેમા સિલેક્ટ કરી તેમનો લાઇસન્સ નંબર નાખવામાં આવે છે. બાદમાં મોબાઈલ નંબર નાખી પે કરતાં પેમેન્ટ થઈ જાય છે. આ પેમેન્ટની પાવતી તેમના ઓનલાઈન મેમાં નંબર સાથે આપવામાં આવે છે. પાવતી લઈ અન્ય એક પોલીસકર્મી હાજર હોય છે તે મોબાઈલમાં નંબર અને પાવતી અંગેની માહિતી નાખી અપલોડ કરતાં તરત જ વેબસાઈટ પર આ માહિતી અપલોડ થઈ જાય છે અને વાહનચાલકે તમામ મેમા ભર્યા હોવાની વિગતો દર્શાવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code