1. Home
  2. ગુજરાતી
  3. અભિનેતા જેકી શ્રોફને ઈન્ટીમેટ સીન કરવામાં આવે છે શરમ, કહ્યું, દરેક લોકો આ દ્રશ્યો જોતા હોઈ છે, પણ કામ છે એટલે કરવું પડે’
અભિનેતા જેકી શ્રોફને ઈન્ટીમેટ સીન કરવામાં આવે છે શરમ, કહ્યું, દરેક લોકો આ દ્રશ્યો જોતા હોઈ છે, પણ કામ છે એટલે કરવું પડે’

અભિનેતા જેકી શ્રોફને ઈન્ટીમેટ સીન કરવામાં આવે છે શરમ, કહ્યું, દરેક લોકો આ દ્રશ્યો જોતા હોઈ છે, પણ કામ છે એટલે કરવું પડે’

0
Social Share
  • અભિનેતા જેકી શ્રોફને હોટ  ઈન્ટીમેટ સીન માટે આવે છે શરમ
  • કહ્યું,’આખી દુનિયા જોતી હોય છે’
  • તેઓ આ પ્રકારના સીનથી અસહજ અનુભવે છે
  • એક્ટિંગ તેમનું કામ હોવાથી આવા સીન પણ કરવા પડતા હોય છે

મુંબઈઃ બોલિવૂડના અભિનેતા જેકી શ્રોફ પોતાની અપકમિંગ ફિલ્મના શૂટિંગમાં હાલ વ્યસ્ત જોવા મળે છે,તેમની અપકમિંગ ફિલ્મ છે ઘ ઈન્ટર્વ્યૂઃ નાઈટ ઓફ 26/11. આ ફિલ્મમાં જેકી શ્રોફના ઈન્ટિનેમ્ટ સીન હોવાથી તેઓ આ સીન કરવા માટે ખૂબજ શરમ અનુભવી રહ્યા છે,તેમના માટે આ પ્રકારના સીન કરવા ખૂબજ એસહજ છે,જો કે તેમનું કહેવું છે કે તેઓ એક એક્ટર હોવાથી તેમણે તેમના કામ પર પુરતું ધ્યાન આપવું પડે છે,આ સીનને દુનિયા આખી જોતી હોય છે ,પરંતુ એકટચર હોવાથી કરવું પડતુ હોય છે.

ફિલ્મમાં જેકીએ એક વોર જર્નાલીસ્ટની ભૂમિકા ભજવી છે જેને બોલિવૂડ સ્ટારનો ઈન્ટરવ્યૂ લેવાનું કહેવામાં આવે છે. તે એક ડચ ફિલ્મની રિમેક છે. ફિલ્મના ઈન્ટીમેટ સીન પર એક મીડ્યાને આપેલા ઈન્ટરવ્યુમાં જેકીએ કહ્યું હતું કે ‘હું શરમજનક અનુભવ કરી રહ્યો  હતો, હું ખરેખર શરમજનક મહેસુસ કરતો હતો. જ્યારે હું આ વસ્તુઓ કરું છું ત્યારે હું ગભરાઈ જાઉં છું. હું તેમને એટલા માટે કરી રહ્યો છું કારણ કે હું એક અભિનેતા છું. ‘

પોતાની વાતમાં આગળ અભિનેતા જેકીએ જણાવ્યું હતું કે ‘ કેટલા બધા લોકો પલક ઝબક્યા વગર કેમેરા પર જોઈ રહ્યા હોય છે. ડિરેક્ટર તમને જોઈ રહ્યા છે. મદદનીશ તમને જોઈ રહ્યો હોય છે. ક્રૂ અને આખું વિશ્વ તમને જોઈ રહ્યું છે. તે ખૂબ જ શરમજનક છે પરંતુ તમારે તે કરવું પડશે કારણ કે તે એક કામ  છે. જો આ પાત્રની જરૂર હોય તો તમારે તે કરવું જ પડશે અને મારે આત્મવિશ્વાસ દેખાડવો પડશે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code