ગાંધીનગરઃ ગાંધીનગરમાં આવેલી મધુર ડેરીના સાતમી વખત ચેરમેન તરીકે શંકરસિંહ રાણાની વરણી કરવામાં આવી છે. આ અંગે તેઓએ આજે પોતાના ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. શંકરસિંહ રાણાએ કહ્યું, દેશનાં પ્રધાનમંત્રીએ પહેલી વખત સહકાર વિભાગ ની શરૂઆત કરી હતી
શંકરસિંહ રાણાએ કહ્યું, આંતરરાષ્ટ્રીય કક્ષાએ સહકાર વર્ષ ઉજવવવાનું નક્કી થયું છે. ગાંધીનગર જિલ્લાનું મધુર ડેરી એક યુનિટ છે. 1971માં આ સંસ્થાની સ્થાપના થઈ હતી. ભાજપ અને ભાજપ સંગઠનના સહયોગથી આ ચૂંટણી બિન હરીફ થઈ છે.
શંકરસિંહ રાણાએ કહ્યું, મને 7મી વખત બિન હરીફ ચેરમેન બનાવાયો છે. આગામી ટૂંક સમયમાં 1 હજાર કરોડનું ટર્ન ઓવરનું લક્ષ છે. નજીકના ભવિષ્યમાં વધુ એક નાનું યુનિટ ચાલુ કરવામાં આવશે. મધુર ડેરી શાકભાજીના પાર્લર શરૂ કરશે. સહકારથી સમૃદ્ધિને આગળ વધારવા સતત પ્રયાસ કરવામાં આવશે.